ધમકી:સરીગામમાં 15 લાખનાં વ્યાજ પેટે 34 લાખ ચૂકવ્યા છતાં 3 લાખ માટે ધમકી

ભીલાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સરીગામનાં વ્યાપારીએ ધંધો ચલાવવા માટે અશોક રાઈ પાસેથી વર્ષ 2018માં 15 લાખ વ્યાજપેટે લીધા હતા. જેના આજ દિન સુધી વ્યાજપેટે 34 લાખની ચૂકવણી હતી. માં બેન પર બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી વધુ 3 લાખની ઉઘરાણી કરી તથા બ્લેન્ક ચેક પર સહી કરાવી 27 લાખની રકમ ભરી ચેક બાઉન્સ કરતા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે.

સરીગામ ખાતે રહેતા અમિત ઉર્ફે અપ્પુ બાબુભાઈ થોમસે ધંધા માટે પૈસાની જરૂર પડતાં સરીગામ બજાર વિસ્તારમાં રહેતા અશોક કમલાશંકર રાય પાસેથી વર્ષ 2018 માં 5 લાખ 10 ટકા વ્યાજે અને10 લાખ 5 ટકાનાં વ્યાજથી લીધા હતા.જે માટે અશોક રાય દ્વારા બ્લેન્ક ચેક પર સહી કરાવી લીધી હતી.

વ્યાજે લીધેલ પૈસાનાં વ્યાજ પેટે આજ દિન સુધી 27 લાખની ચૂકવણી કરી હતી. અશોક રાય દ્વારા અમિત થોમસ પાસે વ્યાજનાં પૈસા માટે ફોન પર બિભત્સ ગાળો આપી મારી નાખવાની ધમકી આપી 27 લાખની રકમ બ્લેન્ક ચેકમાં ભરી ચેક બાઉન્સ કર્યો હતો. વ્યાજખોરનાં ચુંગાલમાંથી બચવા અમિત થોમોસે ભીલાડ પોલીસમાં શુક્રવારે રાત્રે ફરિયાદ નોધાવતા પોલીસે અશોક રાયની અટક કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...