વિવાદ:સરીગામમાં વીજ કર્મીને યુવકે તમાચો ઠોકી દીધો

ભીલાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પ્રિમોન્સુનની કામગીરીમાં બબાલ થઇ હતી

સરીગામ ઈન્ડસ્ટ્રીઝ ફીડર વિસ્તારનાં વીજ કર્મચારી સરીગામ બજાર વિસ્તારમાં પ્રિમોન્સુન કામગીરી કરવા ગયો હતો ત્યારે દંપતી જોડે ઝઘડો થતા યુવકે કોલર પકડી વીજ કર્મીને તમાચો ઠોકી દીધો.જ્યારે યુવકની પત્નીએ લાકડીથી ફટકારતા આ દંપતી સામે સરકારી કામમાં અડચણ સાથે મારવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

સરીગામ ઈન્ડસ્ટ્રીઝ ફીડર ની સરીગામ જીઆઇડીસીમાં વીજ કચેરી આવેલી છે. જે વીજ કચેરીનાં કર્મચારી સાથે બીજો કિસ્સામાં ફરિયાદ નોધાઇ છે. સરીગામ બજાર વિસ્તારમાં 23મી મેનાં રોજ પ્રિમોન્સુન કામગીરી કરવા માટે તોસિફ શોયબ શેખ પ્રિ મોન્સુન કામગીરી કરવા ગયા હતા.

બજાર વિસ્તારમાં કામગીરી કરતા સમયે સ્થાનિક હેતલ પટેલ અને ધનુબેન પટેલ સાથે બોલાચાલી થઈ હતી. જે ઉગ્ર બનતા હેતલે તોસીફનો કોલર પકડી તમાચો ઠોકી દીધો હતો.જ્યારે હેતલ બેને લાકડીનાં ફટકા માર્યા હતા. તોસિફને રાજ્ય સેવક તરીકેની કામગીરીમાં અટકાવતા ઉપરોક્ત ઈસમો વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોધાવી છે.

અન્ય સમાચારો પણ છે...