તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુણવત્તા સામે સવાલ:ફણસા દરિયા કાંઠે બનતું સ્મશાન ગૃહમાં વેઠ ઉતારાતા કામ બંધ કરાવ્યું

ભીલાડ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગત ચોમાસામાં આ સ્મશાન ગૃહ તૂટી પડતા નવું બની રહ્યું છે

ઉમરગામ તાલુકાના ફણસા પંચાયત વિસ્તારના અરબી સમુદ્ર કિનારે માછીવાડ વિસ્તારમાં અંદાજીત રૂ.3.50 લાખના ખર્ચે સ્મશાન ગૃહનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. કોન્ટ્રાકટર દ્વારા સ્મશાન ગૃહનું કામ પુર જોશમાં હાથ ધર્યું હતું. એકાંત વિસ્તારમાં હાથ ધરાયેલા સ્મશાન ગૃહનું નિરીક્ષણ કરવા રવિવારના રોજ પહોચેલા ગ્રામજનોને કામમાં વેઠ ઉતારી તથા રેતીની જગ્યાએ કિનારેનું ભાઠુંનો ઉપયોગ કર્યો હોવાનું જણાતા સ્મશાન ગૃહના બાંધકામને તાત્કાલિક બંધ કરાવી દીધું હતું.

આ સ્મશાન ભૂમિ પર બે વર્ષ પૂર્વે સરકારની કોઈક યોજનામાં બનાવેલ સ્મશાન ગૃહ ગત ચોમાસામાં પવનના સુસવાટા સાથે તૂટી પડ્યું હતું. પણ જાન હાની ન થતા તંત્રએ રાહતનો દમ લીધો હતો. તંત્રએ ટૂંકા ગાળામાં સ્મશાન ગૃહ તૂટી પડ્યા બાદ સ્મશાન ગૃહની બાંધકામની ગુણવત્તા અંગે કોઈ તપાસ કરી ન હતી. ગ્રામજનો બાંધકામની ગુણવત્તા તપાસ કરી સાચી હકીગત શું છે,તે પ્રજા સમક્ષ બહાર લાવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો