રાજકારણ:સરીગામ 2 બેઠક પરથી વિજેતા તાલુકા પંચાયત સભ્યે રાજીનામું ધરી દીધું

ભીલાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ પદ પર વિજેતા થતા બીજા પદ પરથી રાજીનામું આપ્યું

ઉમરગામ તાલુકા પંચાયતની ચૂંટણીમાં સરીગામ 2 બેઠક પરથી વિજેતા કોંગ્રેસનાં તાલુકા પંચાયત સભ્ય સહદેવ ભાઈ મરિયાંભાઇ વઘાતે 3 જી જાન્યુઆરીનાં રોજ તાલુકા પંચાયતનાં સભ્ય પદથી રાજીનામું આપ્યું હતું. ઉમરગામ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલમાં સરીગામ 2 બેઠક ચૂંટણી લડી વિજેતા બનેલા તાલુકા પંચાયત સભ્ય સહદેવ ભાઈ વઘાતે 3જી જાન્યુઆરી 2022નાં રોજ તાલુકા પંચાયતનાં સભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે. જે અંગેની જાણ નકલ દ્વારા તાલુકા પંચાયત પ્રમુખ કરી છે.

તાલુકા પંચાયત સભ્ય સહદેવભાઈ વઘાતે હાલમાં યોજાયેલ ગ્રામપંચાયતની ચૂંટણીમાં સરીગામ ગ્રામપંચાયતનાં સરપંચ પદનાં ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. અને ચૂંટણીમાં સરપંચ પદનાં ઉમેદવાર તરીકે વિજેતા બનતા તાલુકા પંચાયત સભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે.રાજીનામાને લઇ રાજકીય માહોલમાં ગરમાટો વ્યાપી ગયો હતો.જોકે, સત્તામાં કોઇ ફેરફાર આવશે નહીં.

અન્ય સમાચારો પણ છે...