ત્રીપલ અકસ્માત:ભીલાડ હાઇવે ત્રીપલ અકસ્માતમાં મોતને ભેટેલા બંને રાહદારીની ઓળખ થઇ

ભીલાડ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા જંબુરીની જ્યારે પુરૂષ યુપીનો

મોહનગામ ને.હા.48 પર મંગળવાર ની સાંજે કાળમુખી ટ્રક નાં ચાલકે બે રાહદારી ને અડફટે લઈ ત્રણ વ્યક્તિ ને ઈજા પોહચાડી હતી.મૃતક રાહદારી ની 16 કલાક બાદ ઓળખ થતા ભીલાડ પોલીસે લાશ નું પીએમ કરી પરિવાર ને સોંપી હતી.

ભીલાડ પોલીસ સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકા નાં કરમબેલા હાઇવે પર આવેલા કેરીનાં સ્ટોલમાં મંગળવારે બેકાબૂ ટ્રક નં.GJ.05.BZ.3600 નાં ચાલક અજય રાધેશ્યામ યાદવ (રે,કડોદરા,સુરત,મૂળ, યુપી) ઘૂસાવી દઈ વેપારીને ગંભીર ઈજા પહોચાડી ભાગવા જવાના ચક્કરમાં બે રાહદારીને અડફટે લઈ જીવ લીધા હતા.જ્યારે ત્રણ રાહદારીને ઈજા પહોચાડી હતી.ઈજા પામેલા રાહદારીને વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે ટ્રક અડફટે સ્થળ પર મોતને ભેટેલા બે રાહદારીને વાપીની ચલા સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા.ટ્રક અડફટે સ્થળ પર મોતને ભેટેલા વ્યક્તિમાં મહિલા દેવિબેન શાંતિલાલ ધોડી(જમ્બુરી,બ્રાહ્મ ણ ફળિયા) તરીકે ઓળખ થઈ હતી.જ્યારે પુરુષ મૃતકની ઓળખ 15 કલાક બાદ મિશ્રાબા ગણાવા રે,રાજસ્થાન તરીકે થઈ હતી.બન્ને મૃતકની લાશ પીએમ કરી પરિવારને સોંપાઇ હતી. ભોગ બનેલાના પરિવારને વળતર મળે તેવી માગ છે.

અન્ય સમાચારો પણ છે...