હુમલો:સરીગામથી કલગામ મંદિરે જતા યુવાનને ત્રણે ઢીભી નાખ્યો

ભીલાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સરીગામ નારગોલ રોડ ત્રણ રસ્તા પર 14 મી સપ્ટેમ્બર ના રોક સાંજે 6.30 કલાકે ભંડારવાડ થી કલગામ હનુમાન મંદિરે કાર માં દર્શન કરવા જતો 29 વર્ષીય યુવાન ને ત્રણ ઈસમો એ ટ્રાફિક જામ ને લઈ કાર ઉભી રખાવી વિભત્સ ગાળો આપી,ઢીક્કા મુક્કીનો માર મારી ઢીભી નાખ્યો હતો.

સરીગામ ભંડારવાડ ખાતે રહેતો 29 વર્ષીય યુવાન હિરેન્દ્ર જયસુખ ભંડારી મંગળવારે રાબેતા મુજબ કંપનીમાંથી સાંજે ઘરે જઇ સાંજે ઘરે થી પોતાની કાર GJ.15.CL.9295 ને લઈ કલગામ હનુમાન મંદિરે દર્શન કરવા નીકળ્યો હતો.સાંજે 6.30 કલાકે સરીગામ નારગોલ ત્રણ રસ્તા પર જેબીએફ કંપની તરફ જતા માર્ગ પર ગણપતિ વિસર્જનને લઈ ટ્રાફિક જામ હતો ત્યારે સામે થી બે ત્રણ માણસો આવી કાર ઉભી રાખાવા બૂમાબૂમ કરતાર ચાલક યુવાને શાંતિથી વાત કરવા જણાવતા રાજેશ છીબુ સાંભર અને ચંદુ જમશું વડવી વિભત્સ ગાળો આપી, ઢીક્કા મુક્કીનો માર મારતા અશ્વિન રમેશ દુમાડા અને જીતેશ ભાનું વાયડાએ આવી પહોચી તેમણે પણ માર માર્યો હતો. બનાવ અંગે કારચાલક હિરેન્દ્ર જયસુખ ભંડારીએ ત્રણેય વિરુદ્ધ ભીલાડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...