તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:કરજગામના જોગમેડી ડુંગરે માતાના મંદિરનો માર્ગ નવો બન્યો

ભીલાડ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પગદંડી અને કાચો રસ્તો હોવાથી જવામાં તકલીફ હતી

ઉમરગામ તાલુકા ના કરજગામ જોગમેડી માતા ના મંદિર સુધી રૂ.45 લાખ ના ખર્ચ થી પાકા રોડ ની સુવિધા ઉભી કરાતા ભક્તોજનો મંદિર સુધી વાહન દ્વારા પોંહચી દર્શન દર્શન કરી શકશે.વર્ષો થી મહિલા ઓ વડીલો નું જોગમેડી માતા ના દર્શન કરવા નું સ્વપ્નું હતું જે હવે પૂર્ણ થયું છે.

ઉમરગામ તાલુકા ના ભીલાડ થી ફણસા સ્ટેટ હાઇવે પર કરજગામ ખાતે આવેલા ડુંગર પર જોગમેડી માતા નું મંદિર આવેલું છે.મુખ્ય માર્ગ થી 2 કિમિ દૂર 5 હજાર ફૂટ ની ઉંચાઈ પર આવેલા જોગમેડી માતા ના દર્શન કરવા ભક્તોજનો પગપાળા પોહચતાં હતા.વન માંથી પગદંડી રસ્તા મારફતે ડગલે ને પગલે પથ્થર પર થી પસાર થવું પડી રહ્યું હતું.માતા ના મંદિરે દર્શન કરવું એક લોકો નું સ્વપ્નું હતું.ભક્તોજનો એ સ્વપ્નાં માં પણ ન વિચાર્યું હશે કે તેઓ વાહન માં બેસી માતા ના મંદિર સુધી દર્શન માટે પોંહચી શકશે.

ગુજરાત રાજ્ય ના વન અને આદિજાતિ વિભાગ ના મંત્રી અને ઉમરગામ તાલુકા ના ધારાસભ્ય રમણલાલ પાટકર દ્વારા જોગમેડી માતા ના મંદીરે જવા માટે માર્ગ માટે રૂ.45 લાખ ની ફાળવણી કરી હતી.જંગલ અને પથ્થર કાપી સરકારી ગ્રાન્ટ અને સેવાભાવી ના સહયોગ થી 14 ફૂટ પોહળો પાકો માર્ગ બની ને તૈયાર થયો છે.મંદિરે ઉમરગામ તાલુકા ના વારલી સમાજ ના લોકો એમનો મોટા માં મોટો તહેવાર વાઘબારસ ની ઉજવણી જોગમેડી માતા ના મંદિરે વર્ષો થી કરે છે.

જેમને હોટ મિક્સ માર્ગ થી ઘણી રાહત ઉભી થશે.ભાવિક ભક્તો જનો જોગમેડી માતાના મંદિરે દર્શન કરી ,સુંદર રમણીય અને અલ્હાદાયક વાતવરણ નો મોજ ઉઠાવશે.ભાવિક ભક્તો જનો જોગમેડી માતા ના મંદિર ને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માંગ કરી રહ્યા છે. હવે ભક્તોને મંદિરે જવામાં સરળતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...