તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:મરચાંના ભાવ રૂ. 80 થી ગગડી અડધા થયા, ભાવ 50 ટકા થઇ જતાં ખેડૂતોની હાલત વધુ ફફોડી બની

ભીલાડ14 દિવસ પહેલા
 • કૉપી લિંક

કોરના વાયરસ ની બીજી લહેરે માનવજીવન સાથે ખેડૂતો ને પણ ખેતી ક્ષેત્રે હચમચાવી દીધા છે.કોરાના વાયરસ ને લઈ લોક ડાઉન અને લોકો ખરીદી કરવા ન નીકળતા મરચા ના ભાવો રૂ.80 થી ગગળી ને સીધા રૂ.40 પર આવી ગયા છે.એક્સપોર્ટ મરચાં ના ભાવો પણ રૂ.90 થી ઘટી ને રૂ.60 પર પોંહચી ગયા છે.જેને લઈ ખેડૂતો ની મહેનત પર પાણી ફરી વળ્યું છે.વલસાડ જિલ્લા ના ઉમરગામ તાલુકા ના ખેડૂતો ખેતી માં આંબા વાડી સાથે શાકભાજી ની ખેતી તરફ વળ્યા છે. ટામેટાં, રીંગણ, દોધી, પરવળ, કાકડી, આદુ ની ખેતી કરી છેલ્લા પાંચેક વર્ષ થી મરચાં ની ખેતી તરફ વળ્યા છે.

ખેતરમાં મરચાં નો પાક ચાલુ થતાં ચાલુ વર્ષે પણ બજાર માં મરચાં ના ભાવો ગગડીને નફાકારક ન રહેતા ખેડૂતો મુંઝવણમાં મુકાઈ ગયા છે.કોરાનાને લઈ બાજરો સ્વૈચ્છીક બંધ થયાં છે.રાત્રે 8 કલાક બાદ કરફ્યુથી હોટલો બંધ છે.લોકો ખરીદી કરવા ન નીકળતા શાકભાજી નું વેચાણ ઓછું થતા ભાવો ગગડી ગયા છે. પહેલા એક્સપોર્ટ થતાં મરચાંની બજાર કિંમત કિલો દીઠ રૂ.80 થી રૂ.90 મળી રહ્યા હતા.જેના ભાવ હાલ રૂ.60 થી રૂ.65 પર ઉતરી ગયા છે.જ્યારે લોકલ ભાવો રૂ.40 થી 45 છે.જ્યારે સેકન્ડ ક્વોલિટી નો ભાવ રૂ.15 થી રૂ.20 મળી રહ્યો છે.

આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે
મરચાં ની ખેતી પાછળ પુરા વર્ષ ની મહેનત સાથે મજૂરી, ખેડ, ખાતર અને જંતુનાશક દવા નો છંટકાવ પાછળ મોટી રકમ નો ખર્ચ થાય છે. કોરાનાને કારણે ભાવો ગગડતા કેડૂતોને નુકશાની વેઠવી પડી રહી છે.>હેતલભાઇ યુ.પટેલ,ખેડૂત,બિલિયા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો