તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્ગ બિસ્માર:ભારે વાહનોથી ત્રાસેલા તલવાડાના લોકોએ આખરે માર્ગ બંધ કર્યો

ભીલાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝરોલીની કંપનીના વાહનોથી માર્ગ બિસ્માર બન્યો

ઝરોલી એકમોમાં આવતા જતા વાહનોથી તલવાડા માર્ગ પર ખાડા પડી જતા માર્ગ પરથી ગ્રામજનોને પસાર થવામાં હાલાકી પડી રહી છે.માર્ગ પર આડશ ઉભી કરી માર્ગ બંધ કરી દીધો છે.ઉમરગામ તાલુકાના તલવાડા હાઇવેથી ઝરોલી મુખ્ય માર્ગને જોડતો ટૂંકા અંતરના માર્ગનો ઉપયોગ ગ્રામજનો કરી રહ્યા છે.

આ માર્ગ પર ઝરોલીમાં આવેલા ચાર એકમોને જોડે છે.જેમાં માલની ડિલીવરી કરવા આવતા જતા ભારે વાહનો તલવાડા હાઇવેથી આ માર્ગનો ઉપયોગ કરતા હોય ચોમાસામાં મસમોટા ખાડા પડી જવાથી રાહદારીઓ ને તથા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.ગત વર્ષે માર્ગની દુર્દશા થતાં એકમના સંચાલકોએ ગ્રામજનોને માર્ગની મરામત કરવા ખાતરી આપી હતી પરંતુ પાછળથી બિસમાર માર્ગ પર પુરાણ પણ ન કરતા ગ્રામજનો એ માર્ગ પર આડ ઉભી કરી હંગામી ધોરણે માર્ગ પર વ્યવહાર બંધ કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...