ભીલાડ સરીગામ સ્ટેટ હાઇવે નું વરસાદી મોસમ માં ધોવાણ થયું હતું.વરસાદ નાં વિરામ ને એક માસ થી વધુ સમય થવા છતાં બિસ્માર માર્ગ નું પેચવર્ક કામ હાથ ધરાયું ન હતું.સામે આવી રહેલી વિધાન સભા ની ચૂંટણી ને લઈ બિસ્માર માર્ગ પર પેચવર્ક થતાં વાહન ચાલકો ને ચૂંટણી ફળી છે.
ઉમરગામ તાલુકામાં ચોમસામાં 100 ઇંચથી વધુ વરસાદ વરસતા માર્ગોનું સંપૂર્ણ ધોવાણ થયું હતું.ભીલાડ સરીગામ સ્ટેટ હાઇવે પરથી સરીગામ જીઆઇડીસીનાં ભારે વાહનો પસાર થતા માર્ગ પર ડામર શોધ્યો જડતો નથી તેવી પરિસ્થિતિ બની છે.ભીલાડ રેલવે સ્ટેશન,ભીલાડ હાઇવે તથા સેલવાસ જવા માટે અન્ય કોઈ વિકલ્પ ન રહેતા બિસ્માર માર્ગથી વાહન ચાલકોને પસાર થવાની ફરજ પડી રહી હતી.
ચોમાસુ પુરૂ થયાના એક માસ બાદ પણ પેચવર્ક ન થતાં વાહન ચાલકોમાં નિરાશા વ્યાપી હતી.ગુજરાત વિધાન સભાની ચૂંટણીની તારીખ નજીક આવતા સરીગામ ભીલાડ સ્ટેટ હાઇવે પર પેચવર્ક કામ હાથ ધરાતા વાહન ચાલકોએ રાહત અનુભવી હતી.જો કે વાહન ચાલકો ચૂંટણી ફળી હોવાનું જણાવી માર્ગ મકાન ખાતાની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભો કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.