તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:સમગ્ર રાજ્યમાં ના થયેલું વૃદ્ધાનું ઓપરેશન ભીલાડમાં થયું

ભીલાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગરની વૃદ્ધાના આંતરડા છેક છાતીથી લઇ હદય સુધી આવી ગયા હતાં

ઉમરગામની ડહેલી સ્થિત શ્રીજી હોસ્પિટલમાં જામનગરની 70 વર્ષીય વૃદ્ધા દમયંતિબેન માંગીના ડ્રાઇફામેટિક હર્નિયાનું જટિલ સર્જરી ડૉ. રાજેશ શ્રીવાસ્તવે સફળ રીતે પૂર્ણ કરી નવ જીવન બક્ષયું છે. વૃદ્ધાના આંતરડા પેટમાંથી હોલ મારફતે છાતીમાં જઈ હદય અને ફેફસાં વચ્ચે આવી જતા છ સપ્તાહથી ખોરાકનો ત્યાગ કર્યો હતો. પાણી પણ પી શકતા ન હતા. જામનગરની મેડિકલ કોલેજ અને 6 સર્જન ડોકટરનો સંપર્કમાં નિરાશા મળી હતી. વૃદ્ધાને નવજીવન મળતા પરિવાર ભાવવિભોર બન્યો છે.

રાજ્યના જામનગરના 70 વર્ષીય વૃદ્ધા દમયંતિબેન માંગી દોઢ માસથી ખાવા વિના હોસ્પિટલના ચકકરો કાપી રહ્યા હતા. સપ્તાહથી પાણી પણ પી શકતા ન હતા. વૃદ્ધાના સંતાનોમાં ચાર છોકરી ઓ હતી. જે બે માસથી માતાના સારવારમાં રોકાઈ હતી. વૃદ્ધાને જામનગરની મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. વૃદ્ધાનું સામાન્ય ઓપરેશનથી ઈલાજ નહિ થઈ શકતા લેપ્રોસ્કોપીના નિષ્ણાત સર્જન ઓપરેશન પાર પાડી શકે તેમ હતા. જે માટે છ ડોકટરોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં તમામમાં નિરાશા લાગી હતી. સમાજના અગ્રણી જ્યંતી દામાનો પરિવાર સાથે સંપર્ક થયો હતો. જેમણે ઉમરગામના ડહેલી ખાતે આવેલી શ્રીજી હોસ્પિટલના સર્જન ડો.રાજેશ શ્રીવાસ્તનો સંપર્ક કર્યો હતો. ડોકટર શ્રીવાસ્તવ દ્વારા વૃદ્ધા દર્દીના તમામ રિપોર્ટ તપાસી, વૃદ્ધાનો જીવ બચાવવા ઓપરેશન માટે તૈયારી બતાવી દીધી. વૃદ્ધાને 10મી જુલાઈના રોજ હોસ્પિટલમાં દાખલ કરી હતી. 12મી જુલાઈના રોજ વૃદ્ધાની અઢી કલાક જેટલી સફળ સર્જરી પાર પાડી હતી. વૃદ્ધા દર્દીના આંતરડા પાસડીના હોલ મારફતે હદય અને ફેફસા વચ્ચે ચાલી ગયા હતા. ડ્રાઇફા મેટિક હર્નિયાના ઓપરેશનમાં જરા પણ લાપરવાહી થાય તો ટેબલ પર દર્દીનું ડેથ થાય તેમ હતું. જે ચુનોતીને સ્વીકારી એડવાન્સ સર્જરી માટે ઝર્મનીની એડવાન્સ ટેકનોલોજી ધરાવતી લેપ્રોસ્કોપીની મદદથી દર્દીનું સફળ સર્જરી પાર પાડી નવજીવન બક્ષયું છે.

દર્દીને ડ્રાઈફામેટિક હર્નિયા હતા
જામનગરની 70 વર્ષીય વૃદ્ધાને ડ્રાઈફામેટિક હર્નિયા હતા. અકોમન હતા. જે માટે સ્પેશિયલ સ્કિલ હોવું જોઈએ. આ કેસોમાં બાજુમાં હાર્ટ અને બાજુમાં ફેફસા રહેતા જરા પણ લાપરવાહી કરો તો ઓન ટેબલ ડેથ થઈ જાય. જે માટે એક્સ્ટ્રા સ્કિલની જરૂર હોય છે. દર્દીનું લેપ્રોસ્કોપીની મદદથી સફળ સર્જરી થઈ છે. ગુરુવારના રોજ દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવશે.> ડો.રાજેશ શ્રીવાસ્ત, તબીબ

અન્ય સમાચારો પણ છે...