તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:3 સંતાનની માતાને પતિએ ત્રાસ આપી છોકરાઓ સાથે કાઢી મુકી

ભીલાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચીગામની મહિલાની ત્રાસ અંગે ફરિયાદ

કચીગામના પટેલ ફળિયાની ત્રણ સંતાનની માતાને પતિ, સાસુ સસરા અને નણંદ દ્વારા માનસિક, શારિરીક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકતા ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઉમરગામના બોરીગામ ખાતે રહેતી રેશ્માબેન પટેલના લગ્ન વર્ષ 2005માં કચીગામના અમિત નવીનભાઇ પટેલ સાથે થયા હતા. અમિત સેલવાસ ખાતે ઢાબો ચલાવે છે. લગ્ન ન એક વર્ષના ટૂંકા ગાળામાં પતિઓ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સાસુ સસરા અને નણંદ પતિને ઉશ્કેરણી કરતા પતિ માર મારતો હતો.

અગાઉ રેશ્માને કાઢી મુકેલી જેને લઈ રેશ્માએ 10 ઓક્ટોમ્બર 2012માં ઉમરગામ કોર્ટમાં ભરણ પોષણની અરજી કરી હતી. જેમાં સમાધાન થતા અરજી પાછી ખેંચી લીધી હતી. અરજી પાછી ખેંચી લેતા પતિ અમિતે રેશ્મા સાથે બે માસ સારી રીતે રહ્યા હતો. અને ફરી ત્રાસ આપવાનું ચાલુ કરી દીધું હતું. પતિ અમિત પટેલે પત્ની રેશ્માને કીધું કે હું તને નથી રાખવાનો તું અહીંથી બધા છોકરા લઈને ચાલી જા.ત્રણ સંતાનની માતા રેશ્મા ને પતિ અમિતે ઘર થી કાઢી મુકતા, ભીલાડ પોલીસ મથક માં પતિ અમિત, સાસુ અંબાબેન,સસરા નવીનભાઇ અને નણંદ વૈશાલીબેન વિરુદ્ધ ભીલાડ પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...