ક્રાઇમ:નવા કપડા અપાવવાની લાલચે માંડાની સગીરા પર સરીગામનાં યુવકનું દુષ્કર્મ

ભીલાડ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બાઇક પર બેસાડી દારૂઠાં ખાડી પાસે ઝાડીમાં લઇ જઇ કુકર્મ કર્યું

સરીગામ ઓઝરિયા ફળિયા ગોવન વાડીમાં રહેતો 23 વર્ષીય રણજીત ઉત્તમભાઈ આંધેર દરીયામાં મચ્છીમારી કરવા ગયો હતો.જે પરત ફરી નરોલી ગામે છૂટક મજૂરી કરતો હતો.જેની સાથે માંડા ગામની સંબંધી મહિલા પણ સ્કૂટર પર મજૂરી અર્થે નરોલી આવતી જતી હતી.1 જૂને રાબેતા મુજબ રણજીત મહિલા સાથે નરોલી મજૂરી કામ અર્થે ગઇ હતી જેને ઉતારી તે સીધો માંડા ગામ મહિલાનાં ઘરે પહોચ્યો હતો.

જ્યાં મહિલાની 15 વર્ષની સગીર પુત્રીને સવારે 10.15 કલાકે સરીગામથી નવા કપડા લઈ આપું કહી બાઈક પર બેસાડી લક્ષ્મી સ્કૂલ રોડ થઈ જીએચસીએલ કંપનીનાં પાછળનાં ભાગે દારૂઠા નદી કિનારે કરમબેલા ગામનાં હદમાં ઝાડી વિસ્તારમાં લઇ ગયો હતો જ્યાં સગીરાએ સાથે વેફર અને ઠંડુ પીણુ પીધા બાદ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

યુવકે કરેલા કરતૂતથી હેબ્તાઇ ગયેલી સગીરાએ માતાને ફોન કરી ઘરે બોલાવ્યા બાદ સમગ્ર હકીકત જણાવતા માતાના પગ નીચેથી ધરતી સરકી ગઇ હતી. મહિલાએ મોડી સાંજે રણજીત આંધેર વિરુદ્ધ ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે પોકસો એક્ટ મુજબ ગુનો નોંધી આરોપી રણજીત ઉત્તમ આંધેરની 2જૂને સવારે ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...