તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:નારગોલ બંદરનું ખાર્તમુહૂર્ત ટૂંક સમયમાં મુખ્યમંત્રીના હસ્તે થશે

ભીલાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેટ હાઇવે રોડના ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીની જાહેરાત

ઉમરગામ તાલુકાના ધોડીપાડા ખાતે સોમવારે સવારે 10.30 કલાકે મંત્રી રમણભાઈ પાટકરના હસ્તે ઘોડીપાડાથી મરોલી સ્ટેટ હાઇવેને જોડતો 2 કિમિ માર્ગને 90 લાખના ખર્ચે પહોળો સાથે નવીનીકરણ કરવા માટે ખાર્ત મુહૂર્ત કર્યું હતું. જેમાં મંત્રીએ નારગોલ બંદરનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે ટૂંકા સમયમાં થવાનું હોવાનું ઘટસ્ફોટ કર્યો હતો.

ઉમરગામ તાલુકાના ઘોડીપાડા પંચાયત કચેરી ખાતે મંત્રી રમણ પાટકરની અધ્યક્ષ સ્થાન હેઠળ પંચાયત કચેરી માર્ગથી પાંચા ફળિયા થઈ મરોલી સ્ટેટ હાઇવેને જોડતો 2 કિમી માર્ગનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્કાબહેન શાહ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન મુકેશ પટેલ, ભાજપ સંગઠન પ્રમુખ દિલીપ ભંડારી, મહામંત્રી પ્રકાશ પટેલ, સરપંચ અશ્વિન વારલી, જીજ્ઞેશ મરોલીકર, તાલુકા પંચાયત સભ્ય ધનીષાબેન કોળી, મહેશ આહીર, ભાવિનભાઈ, સિમ્પલ બારીયા, રાજેશ કોળી, સુભાષ બારગા, હર્ષદ શાહ સહિત મોટી સંખ્યામાં ગામલોકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.મંત્રી પાટકરના હસ્તે ખાતમુહૂર્ત કરાયેલો માર્ગ 2 કીમી લાબો અને 10 ફૂટ પહોળો 90 લાખના ખર્ચે તૈયાર થશે. આ પ્રસેગં મંત્રી પાટકરે જણાવ્યુ હતું કે, નારગોલ બંદરનું ખાતમુહૂર્ત ટૂંક સમયમાં મુખ્યમંત્રીના હસ્તે થશે અને બંદર આવતા ઉમરગામ તાલુકાનો વિકાસ થશે.

અન્ય સમાચારો પણ છે...