તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:સર્વાઇવલ કંપનીના બ્લાસ્ટમાં મૃતકની લાશ MP મોકલાઇ

ભીલાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધડાકામાં લાશની હાલત ક્ષતવિક્ષીત થઇ ગઇ હતી

સરીગામ જીઆઇડીસીમાં આવેલી સર્વાઇવલ ટેકનોલોજી પ્રા.લીમીટેડ કંપનીમાં 30 મી ઓગસ્ટના રોજ સવારે 11.15 કલાકે મશીનમાં ભયાનક વિસ્ફોટ બાદ આગમાં ભડથું થઈ શરીરના ચીંથરા ઉડી ગયેલા 28 વર્ષીય કામદાર અનુરાગ સિંગની લાશને પીએમ કરી વતન મધ્યપ્રદેશ મોકલવામાં આવી હતી.

સરીગામ જીઆઇડીસીમાં આવેલી સર્વાઇવલ ટેકનોલોજી કંપનીના 30મી ઓગસ્ટના રોજ પ્રચંડ ધડાકો થયો હતો. વિસ્ફોટ ભયાનક હતો આજુબાજુના લોકો રોડ પર દોડી આવ્યા હતા. ધડાકામાં સેન્ટ્રીફ્યુઝ મશીન પર કામ કરી રહેલા કામદાર અનુરાગ પુષ્પરાજ સિંગ આગમાં ભડથું થઈ તેમની લાશ મશીન સાથે લટકતી હતી. માથાંનો ભાગ સળગીને મશીનમાં ચગદાઈ ગયો હતો. જ્યારે હાથ પગ તથા શરીરનો અન્ય ભાગ આગમાં ભડથું થતાં લાશની ઓળખ કરવી મુશ્કેલ બની હતી. પરંતુ સેન્ટ્રીફ્યુઝ મશીન પર અનુરાગ કામ કરતો હતો અને તેના સાથી કામદારે ઓળખ કરતા.

ભીલાડ પોલીસ, સરીગામ જીપીસીપી અધિકારી, ફેક્ટરી ઇન્સપેક્ટર, નાયબ મામલતદાર અને ફોરેન્સિક ટીમની ઉપસ્થિત વચ્ચે વિડીયો શુટિંગ કરી લાશને નીચે ઉતારી ભીલાડ સીએચસીમાં પીએમ કરી પરિવારને સોંપાતા લાશ લઇ 30 ઓગસ્ટે રાત્રે વતન મધ્યપ્રદેશ રવાના થયા હતા. જોકે, 30 ઓગસ્ટે બનેલી આ ઘટનામાં ભોગ બનેલા સર્વાઇવલ કંપનીના મૃતક કામદારના પરિવારને કંપની સંચાલકો દ્વારા કોઇપણ જાતનું વળતર આપવામાં આવ્યું હોવાનું જણાયું નથી.

અન્ય સમાચારો પણ છે...