તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બળાપો ઠાલવ્યો:કોંગ્રેસમાં વિભિષણ વધારે હોવાથી ચૂંટણી હારી રહ્યાં હોવાનો કાર્યકરે બળાપો ઠાલવ્યો

ભીલાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભીલાડમાં જિલ્લા કારોબારીમાં જયશ્રી રામના નારા લાગતા અચરજ

ભીલાડ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની અધ્યક્ષ સ્થાન હેઠળ કારોબારીની બેઠક મળી હતી.જેમાં કારોબારી સભ્યએ વલસાડ જિલ્લામાં વિભીષણ વધારે હોવાથી જિલ્લામાં ચૂંટણી હારી રહ્યા હોવાના નિવેદનથી વિવાદ સર્જાયો છે. ભીલાડ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશ પટેલ જિલ્લા કારોબારી ની બેઠક મળી હતી.જેમાં માજી સાંસદ કિશન પટેલ,ભોલા પટેલ,જયશ્રીબેન પટેલ,તાલુકા પ્રમુખ ગજુભાઈ વારલી,નરેશ વળવી,પૂર્વ પ્રમુખ ચંદુ પટેલ,અશોક ધોડી,ફુલજી સહિત કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.

કારોબારી સભામાં આગામી ગ્રામપંચાયતની ચૂંટણી તથા સંગઠન પ્રમુખની ટર્મ પુરી થતા ચર્ચા વિચારણા કરાઇ હતી પૂરતું છેલ્લા 15 વર્ષથી સત્તા વિહોણા બનેલા કારોબારી સભ્યોએ દોષ ના ટોપલા ઉપલી હરોળના હોદેદારો પર ફોડ્યો હતો.કારોબારી સભ્યએ કોંગ્રેસ માં વિભીષણ વધારે હોવાથી જિલ્લામાં ચૂંટણી હારી રહ્યા હોવાનું તથા કોંગ્રેસમાં કોઈ બાપ નથી જેવા ગંભીર આક્ષેપો કરતા વિવાદ સર્જાયો હતો. પાલિકાની ચૂંટણીમાં ઉપલી કક્ષાના હોદેદારો મદદ તો દૂરની વાત એક ફોન પણ ન કર્યો હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા.

જો કે જિલ્લા પ્રમુખે આક્ષેપનો છેદ ઉડાવ્યો હતો. ભોલા પટેલે ગુજરાત સરકાર આંદોલન કે વિરોધ નથી કરવા દેતી હોવાનું જણાવી સરકારને સરમુખત્યાર ગણાવી હતી.સરકાર રૂપી કોરાના કોંગ્રેસ ને થઈ ગયો હોવાનો બળાપો ઠાલવ્યો હતો. પ્રમુખ દિનેશ પટેલે આવનારી ગ્રામપંચાયતની ચૂંટણીમાં પુરી શક્તિ સાથે મુકાબલો કરવા કારીબારી સભ્યોમાં જોમ ભર્યું હતુ.કોંગ્રેસ કારોબારી સભા માં જયશ્રી રામના નારા લાગતા કોંગ્રેસ હિન્દુત્વ તરફ ફરી રહી હોવાનો સંકેત આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...