અકસ્માત:મોપેડને બચાવવામાં ટેમ્પો ચાલકનું અકસ્માતમાં મોત

ભીલાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કરમબેલા હાઈવે પર ટેમ્પો કન્ટેનરમાં ઘૂસ્યો

કરમબેલા હાઇવે પર 5મેનાં રોજ ટેમ્પો ચાલકે મોપેડને બચાવવા જતાં ટેમ્પો કન્ટેનરમાં ઘૂસી જતાં ચાલકનું મોત થયું હતું. જ્યારે મોપેડને ટક્કર લાગતા ચાલકને ઈજા પહોચી હતી.ભીલાડ પોલીસ સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકાનાં કરમબેલા હાઇવેનાં વળાંક પાસે ટેમ્પો નં.MH.13.DQ.7245 નાં ચાલકે આગળ જતાં મોપેડ નં MH.48.AU.1214 આવી જતાં તેને બચાવવામાં ટેમ્પો આગળ જતાં એક કન્ટેનરમાં ઘૂસી ગયો હતો.

જેમાં ટેમ્પો ચાલકનું ગંભીર ઈજાના કારણે ગંભીર ઇજા થઇ હતી.જ્યારે ટેમ્પોની ટક્કર લાગતા સ્કૂટરસવાર હિતેન્દ્ર મહેન્દ્ર શાહને માંથા અને પગમાં ઈજા પહોચતા સારવાર માટે વાપી હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યારે ગંભીર રીતે ઘાયલ ટેમ્પો ચાલક ભૈરવનાથ મહેન્દ્ર શાહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેમનું સારવાર મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે કેતન મહેન્દ્ર શાહે ટેમ્પા ચાલક વિરૂધ્ધ ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

અન્ય સમાચારો પણ છે...