ત્રિપલ અકસ્માત:વલસાડના કરમબેલા હાઈવે પર ટેમ્પા, મોપેડ અને અજાણઅયા વાહન વચ્ચે ટક્કર, ટેમ્પા ચાલકનું મોત

વલસાડ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોપેડ ચાલકના ભાઈ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કરમબેલા હાઇવે ઉપર વાપી મુંબઈ રોડ ઉપર ટેમ્પો, મોપેડ અને અજાણ્યા વાહન સાથે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટેમ્પો ચાલક અને મોપેડ ચાલક ઇજાગ્રસ્ત થતા 108ની મદદ વડે બંને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ટેમ્પો ચાલકનું વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોપેડ ચાલકને ભાઈએ ટેમ્પો ચાલક સામે FIR નોંધાવી હતી. પોલીસે FIRના આધારે તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કરમબેલા હાઇવે ઉપર વાપી-મુંબઈ નેશનલ હાઈવે ઉપર કરમબેલા કટ પાસે એક આઇસર ટેમ્પો નં. MH-13-DQ-7245નો ચાલક ભૈરવનાથ સુભાષભાઈ જાદવે કરમબેલા ગામમાં જવાના હાઇવે ઉપરના કટ પાસે એક મોપેડ નંબર MH-30-AU-1214ને અડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો. અને આઇસર ટેમ્પો આગળ જતાં અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથડાયો હતો. અકસ્માતમાં મોપેડ ઉપર સવાર હિતેશ મહેન્દ્રભાઈ શાહ અકસ્માતમાં હવામાં ફંગોળાઈ ગયો હતો. અને આઇસર ટેમ્પો ચાલક ભૈરવનાથ સુભાષભાઈ જાધવને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

અકસ્માત થયો હોવાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓઓ ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત મોપેડ ચાલક અને આઇસર ટેમ્પો ચાલકને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આઇસર ટેમ્પો ચાલક ભૈરવનાથને થયેલી ગંભીર ઇજાઓને લઈને લઈને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન ટેમ્પો ચાલકનું મોત નીપજ્યું હતું. ભિલાડ પોલીસ મથકે મોપેડ ચાલકના ભાઈ કેતન શાહે આરોપી ટેમ્પો ચાલક ભૈરવનાથ જાધવ વિરુદ્ધ ભિલાડ પોલોસ મથકે FIR નોંધાવી હતી. પોલીસે FIR નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...