તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:ધોડીપાડામાં સમૂહ લગ્નમાં કોવિડની ગાઇડ લાઇન પાલન માટે બે પાર્ટમાં 27 યુગલના પ્રભુતામાં પગલાં

ભીલાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે માતા પિતા અને બે સભ્યોને હાજર રખાયા

ધોડીપાડા સાંસ્કૃતિક ભવનમાં 27મી ડિસેમ્બરે સમુગ લગ્નમાં 27 નવ યુગલોએ પ્રભુતાના પગલા માંડયા હતા. હાલમાં કોવિડની ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય એ માટે વર વધુના માતા પિતા અને બે સભ્યોને જ બોલાવવામાં આવ્યા હતા.ઉમરગામના ઘોડિપાડા સાંસ્કૃતિક ભવનમાં સાંસ્કૃતિક વિકાસ મંડળના પ્રમુખ અને રાજ્યના મંત્રી રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયો હતો.

હાલ કોરાના વાયરસની મહામારીને લઈ સોશિયલ ડિસ્ટન્સની જાળવણી કરી અને માસ્ક પહેરીને ગૌર મહારાજ દ્વારા ગ્રહ શાંતક અને સાત ફેરા વિધિ પૂર્ણ કરી હતી. વર વધુ સાથે ગણતરીના લોકોને આમંત્રિત કરી સોશિયલ ડિસ્ટન્સ સાથે ભોજનની વ્યવસ્થા ગોઠવી હતી. સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં સરકારની ગાઈડ લાઈનને ધ્યાનમાં લઇ લગ્ન સમારંભ બે ભાગમાં વહેંચ દેવાયો હતો. સવારે 14 જોડાના લગ્ન પૂર્ણ કરી બપોરે 2 કલાક બાદ વધુ 13 જોડાના લગ્ન પૂર્ણ કરાયા હતા.

શાંતકમાં માતા પિતા અને પરિવારના માત્ર બે જ સભ્યને સાથે રાખવામાં આવ્યા હતા. નારગોલ અને ઉમરગામની પોલીસે સતત નજર રાખી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરી હતી. રાજ્યના મંત્રી રમણલાલ પાટકર, સરોન્ડા સ્વામી નારાયણના સંત સમાજ, ભાજપ સંગઠન પ્રમુખ મુકેશ પટેલ, અનિલ જૈન, ઉધોગપતિઓએ નવ યુગલને આશિષ વચનો આપી વિદાય આપી હતી. નારગોલ મરીન પોલીસના પીઆઇ દેસાઈ ખડે પગે ઉભા રહી તેની ટીમે સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળી હતી. ઉમરગામ મામલતદાર આર.આર.નાગેરા પણ પણ સેવામાં જોડાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો