તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉમરગામ તાલુકામાં બોર અને કુવાના જળ સ્તર જાળવી રાખવા માટે સુજલામ સુફલામ યોજના હેઠળ ચોથા તબક્કાનો 1લી એપ્રિલથી તળાવો અને નદી ઓ ઊંડી કરવાનો પારંભ થયો છે. બોરીગામથી વન અને આદિજાતિ વિભાગના મંત્રી રમણલાલ પાટકરે તળાવો ઊંડા કરવાનો શુભારંભ કરાવી તાલુકા ના 35 તળાવો અને 12 જેટલી નદી ઓ ઊંડી કરવાની લિલી ઝંડી આપી હતી.વલસાડ જિલ્લામાં રૂ.20 કરોડના ખર્ચે પ્રથમ રાઉન્ડમાં તળાવો નદી ઓ ઊંડી કરાશે.
ગુજરાત સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ચોથા તબક્કાનો 1લી એપ્રિલથી શુભારંભ કર્યો છે. ઉમરગામ તાલુકાના બોરીગામ ખાતે વન અને આદિજાતિ વિભાગના મંત્રી રમણલાલ પાટકરે આ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. તાલુકામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ 35 તળાવો અને 12 જેટલી નદીઓ દમણગંગા સિંચાઈ પેટા વિભાગ ભીલાડના દેખરેખ હેઠળ ઊંડી કરાશે. તાલુકામાં વર્ષ 2018 માં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ઊંડા કરેલા તળાવો અને નદી થી કુવા અને પાણી ના બોર ના જળ સ્તર ઉપર રહ્યા હતા.
આ અવસરે જિલ્લા પંચાયત બંધકામ શાખા સમિતિ ના ચેરમેન મુકેશભાઈ પટેલ,પંકજભાઈ બોરલાઈવાલા, દમણગંગા વિભાગ ના નરેશભાઈ દાભડીયા, બોરીગામ સરપંચ સંદીપભાઈ પટેલ, હિતેશભાઈ સુરતી,ઉમરગામ સરપંચ સંઘના પ્રમુખ નરોત્તમભાઈ પટેલ તથા અન્યો ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.