લો વોલ્ટેજની સમસ્યાથી કાયમી છૂટકારો:સરીગામમાં 30 કરોડનાં ખર્ચે બનેલા સબ સ્ટેશનથી ફાયદો, સરોંડાં 66 કેવી સબ સ્ટેશન ઈ લોકાર્પણ કર્યું

ભીલાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરીગામ કે ડી બી હાઇસ્કુલમાં 7 મી ઓગષ્ટનાં રોજ સવારે 10 કલાકે ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી અને પારડીનાં ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ સરીગામ જીઆઇડીસીમાં રૂ. 23 કરોડનાં ખર્ચે તૈયાર થયેલ 66 કેવી સબસ્ટેશન અને 7.51 કરોડનાં ખર્ચે તૈયાર થયેલ સરોંડાં 66 કેવી સબ સ્ટેશન ઈ લોકાર્પણ કર્યું હતું. તથા સરીગામ જીઆઇડીસીમાં 30 કરોડનાં ખર્ચે ઓવરહેડ લાઈનનું અંડર ગ્રાઉન્ડ કેબલ લાઈન નાખવા માટે ઈ ખાર્ત મુહુર્ત કર્યું હતું.

સરીગામ જીઆઇડીસીમાં 66 કેવી સબ સ્ટેશનનાં લોકાર્પણથી છેલ્લા પાંચેક વર્ષથી લો વોલ્ટેજથી ત્રાહિમામ પુકારી ઉઠેલા ઉદ્યોગપતિઓને હવે એકમો માટે સારો ગુણવત્તા સભર વાળો પાવર મળી રહશે. સબ સ્ટેશનમાં હાલ 88 જેટલા એકમોને વીજળી પૂરી પાડવામાં આવશે.

સરોંડા ગામ ખાતેનું 66 કેવી સબસ્ટેશન વિવાદમાં જતા કામગીરી ધીમી પડી હતી ખેડૂતો દ્વારા ખેતરોમાં વીજ લાઈન નાખતા માટે વિરોધ કરતા જેટકો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી વીજ લાઈનનું કામ પૂર્ણ કર્યું હતું. ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે ગત વર્ષ કોલસાની 80 ટકા ખાણોમાં પાણી ભરાયાં હતાં. તથા યુદ્ધનાં લીધે ગેસ સપ્લાય બંધ થવા છતાં ગુજરાતમાં એક દિવસનો પણ પાવર ક્ટ રાખવમાં આવ્યો ન હતો.

સરોડાં કંપની દ્વારા મશીનરી ઇન્સ્ટોલ કરીને પાવરની રાહ જોઈથી હતી. ત્યારે સરોંડાગામ ખેડૂતો અને અગ્રણીનાં સહકારથી 66 કેવી સબસ્ટેશનનું કામ પૂર્ણ કરી શક્યા છે. ભારતની 10 કંપનીમાં કામગીરીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની પ્રથમ ક્રમે અને મધ્ય ગુજરાત બીજા ક્રમે રહી હોવાનું જણાવી કર્મચારીની કામગીરીની પ્રસંશા કરી હતી.

ઈ લોકાર્પણ પ્રસંગે વલસાડ જિલ્લા સાંસદ ડૉ. કે. સી. પટેલ, ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકર, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્કાબેન શાહ અને સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનનાં પ્રમુખ કમલેશ ભટ્ટે કાર્યક્રમને અનુરૂપ પોતાનું વ્યક્તવ્ય રજુ કર્યું હતું. દક્ષિણ ગુજરાત વીજ કંપનીનાં એમ ડી.સ્નેહલ બેને આગામી પાંચ વર્ષમાં થનારી કામગીરી પર પ્રકાશ પાડ્યો હતો.

આ કાર્યક્રમ પ્રસંગે સરીગામ એસ.આઇ.એ પૂર્વ પ્રમુખ શિરીષભાઈ દેસાઈ, ભાજપ સંગઠન પ્રમુખ દિલીપભાઈ ભંડારી, પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ વારલી, ચેરમેન મુકેશભાઈ પટેલ, દંડક દિપકભાઈ મિસ્ત્રી, ભરતભાઇ જાદવ, પ્રમુખ રમેશભાઇ ધાડગા, સરપંચો, જેટકો અને વીજ કંપનીનાં અધિકારીઓ, ઉધોગપતિઓ, સરપંચો, ભાજપ સંગઠનનાં હોદેદારો, સરીગામનાં અગ્રણી રાકેશ રાય સહિત ખૂબ મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.સરીગામ GIDCમાં 30 કરોડનાં ખર્ચે ઓવર હેડને અંડર ગ્રાઉન્ડ કેબલમાં પરિવર્તન કરવામાં માટે નાણાં મંત્રી કનુભાઈએ ખાર્ત મુ

હુર્ત કર્યું હતું. અંડર ગ્રાઉન્ડ કેબલથી એસ્ટેટનું સુંદરતા વધશે, અકસ્માત ઓછા થશે, સલામતી વધશે અને ઉત્પાદન સારૂ સુંદર રીતે થશે હોવાનું જણાવ્યું હતું. સરીગામ એસ્ટેટમાં અંડર ગ્રાઉન્ડ કેબલ માટે નાણાંમંત્રીએ માર્ગદર્શન અને ટૂંકા સમય માટે ગ્રાન્ટની ફાળવણી કરતા શિરીષભાઈ દેસાઈ, કમલેશ ભટ્ટ, ઉદયભાઈ મારબલી, કૌશિક પટેલ, જે.કે.રાય, નીતિનભાઈ ઓઝા, સજજન મુરારકા, સહિત અન્યો ઉદ્યોગપતિ દ્વારા મંત્રીની કામગીરીને બિરદાવી ભારોભાર પ્રસંશા કરી હતી

અન્ય સમાચારો પણ છે...