સુવિધા:સરીગામવાસીઓને રૂ. 12.50 લાખનાં ખર્ચે પેવરબ્લોક માર્ગની સુવિધા મળશે

ભીલાડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચનાં હસ્તે માર્ગનું ખાતમુર્હુત કરવામાં આવ્યું

સરીગામ પંચાયત વિસ્તારનાં અલ્કા પાર્ક ત્રણ રસ્તા,દક્ષિણી ફળિયા, કહારવાડ, કાર્યામાડ અને બજાર વિસ્તાર 12.50 લાખનાં ખર્ચે પેવર બ્લોક માર્ગ બનાવવા માટે સરપંચનાં હસ્તે ખાતમુર્હુત કરાયું હતું.

સરીગામમાં કરોડોની ગ્રાન્ટ વણ વપરાયેલ રહેતા પંચાયતની નવી ટીમે લોકોને સુવિધા આપવા વિકાસનાં કામો ઝડપે કરવાના હેતુંથી સરપંચ સહદેવભાઈ વઘાત, ઉપસરપંચ સંજય બાડગા અને તેની ટીમે પંચાયત વિસ્તારના અલ્કા પાર્ક ત્રણ રસ્તા વિસ્તારમાં ₹ 3.0લાખના ખર્ચે પેવર બ્લોક, દક્ષિણી ફળિયામાં પેવરબ્લોકનું કામ-₹5.0 લાખ, કહારવાડ, બજારમાં પેવર બ્લોકનું કામ-₹3.0 લાખ તેમજ કાર્યામાર ફળિયામાં પેવર બ્લોકનું કામ-₹1.5 લાખ મળી કુલ ₹ 12.5 લાખના વિકાસ કામોનું ખાર્તમુહુર્ત કરાયું હતું.

આ પ્રસંગે પંચાયતનાં સભ્યો ડો. જાનવી આરેકર, મંજુબેન બીજ, મંજુલાબેન દુબળા, પૂર્વ સભ્ય ભકિતબેન નાયક, રેખાબેન બોરડે, વિનોદ ઠાકુર, રાકેશ રાય, કલ્પનાબેન આરેકર, રીટાબેન રાજપૂત સહિત પંચાયતનાં સભ્યો,અગ્રણીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...