તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:બિલીયા ગાદીક ખાડી પર નવો પુલ બનતા વાહન ચાલકોને રાહત

ભીલાડ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 24 લાખના ખર્ચે પુલનું નિર્માણ કરવામાં આ‌વ્યું
 • પુલ ચોમાસામાં ડૂબી જતા જર્જરીત બની ગયો હતો

ફણસા અને ઘોડિપાડા સ્ટેટ હાઇવેને જોડતો મીશ્રીમલ અને બિલિયા ઘોડિપાડા માર્ગ પરથી પસાર થતી ગાદીક ખાડી પર 24 લાખના ખર્ચે નવો પુલ બનાવ્યો છે. જૂના સાંકડા પુલ પર ભારે વાહન પસાર ન થતાં આ પૂલ નાનાવાહન ચાલકો માટે ઉપયોગી બનશે.

સરીગામથી ફણસા જતા સ્ટેટ હાઇવે અને સરઈ મરોલી કોસ્ટલ સ્ટેટ હાઇવેને જોડતો ટૂંકા અંતરનો બીલિયા ઘોડિપાડા મીશ્રીમલ માર્ગ પર ગાદીક ખાડી આવેલી છે. જે ગાદીક ખાડી પર બનાવેલ કોઝવે કમ ચેકડેમ ચોમાસામા ડૂબી જતાં અને કોઝવે પર ભયજનક વળાંકને લઇ માર્ગ પરથી ભારે વાહનો પસાર થઈ શકતા ન હતા. માર્ગ વાહન ચાલકો માટે જોખમી બન્યો હતો.

આ ટૂંકા અંતરના માર્ગ અનેક ફળિયા જોડતા માર્ગ પરથી રોજિંદા સેંકડો વાહન ચાલકો પસાર થાય છે. જુના પુલ પર વરસાદી પાણી ફરી વળતા પુલનું ધોવાણ થઈ સળીયા બહાર નીકળી આવ્યા હતા. જે ખાડી પર 24 લાખના ખર્ચે મધ્યભાગથી નવા પુલનું નિર્માણ થયું છે. નવા પુલના નિર્માણથી નવા પુલ પર ટૂંકા ભારે વાહનો પસાર થતાં ખેડૂતો, ઘાસના વ્યાપારી ઓ તથા સ્થાનિકો માં ખુશી ની લહેર છે. ભીલાડ વિસ્તારમાં પુલ બનતા હજારો રાહદારીઓને રાહત થશે. લાંબા સમયથી સ્થાનિકો માગ કરી રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો