લોકોમાં ખુશી:ક્લગામ, મરોલી અને ફણસામાં લો વોલ્ટેજ સમસ્યામાંથી મુક્તિ

ભીલાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા ટ્રાન્સફોર્મર ઉભા કરી નવી વીજ લાઇન નાંખતા લોકોમાં ખુશી

સરીગામ રૂલર વીજ વિભાગ દ્વારા મરોલી, ફણસા અને કલગામમાં નવા ટ્રાન્સફોર્મર ઊભા કરી નવી વીજ લાઈન નાખી વર્ષોની લો વોલ્ટેજની સમસ્યા હલ થતા વીજ ગ્રાહકોમાં ખુશાલી વ્યાપી જવા પામી છે. ઉમરગામ તાલુકાનાં મરોલી ગ્રામપંચાયત વિસ્તારનાં પટલારા, ડુંગરી ફળિયા, બારીયાવાડ, કલગામ ગ્રામપંચાયત વિસ્તારનાં સોરઠવાડ તથા ફણસા ગ્રામ પંચાયત વિસ્તારનાં ચાંદિયા કૂવા વિસ્તારમાં વર્ષોથી લો વોલ્ટેજની સમસ્યા ઉદ્દભવી રહી હતી. લો વોલ્ટેજનાં લીધે વિદ્યાર્થીઓને શિક્ષણ પર અસર વર્તાઈ રહી હતી. જે લઈ વીજ ગ્રાહકો દ્વારા વારંવાર દક્ષિણ ગુજરાત વીજ કંપનીને ફરિયાદ કરી હતી. સરીગામ વીજ વિભાગનાં અધિકારી ડી.એમ.પટેલ સમક્ષ પણ વીજ ગ્રાહકોએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. જે થકી સરીગામ વીજ કંપનીનાં અધિકારી ડી.એમ પટેલએ ત્રણેય ગામોમાં પહોંચી નિરીક્ષણ કર્યું હતું.

નવા ટ્રાન્સફોર્મર ઊભા કરી રોડ કિનારે નવી વીજ લાઈન નાખી લોકોની વર્ષો જૂની લો વોલ્ટેજની સમસ્યા હલ કરતા સ્થાનિકોમાં ખુશાલી વ્યાપી જવા પામી છે. લાંબા સમયથી લો-વોલટેજ ના કારણે હજારો વીજ ગ્રાહકોએ હાલાકી ભોગવવી પડતી હતી. વારંવાર વીજ ધાંધિયાના કારણે ગ્રાહકો તોબા પોકારી રહ્યા હતાં. ત્યારે હાલ સરીગામ રૂરલ વીજ વિભાગ દ્વારા નવા ટ્રા્ન્સફોર્મર ઉભું કરાતા હવે લો-વોલટેજનો પ્રશ્ન કાયમી ઉકેલ આવશે. વીજ ગ્રાહકોને નિયમિત વીજ પુરવઠો મળી રહેશે. હાલ ગ્રાહકોને રાહત થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...