કામગીરીની ગુણવત્તા સામે સવાલો:કોસંબા-ઝંખવાવ સ્ટેટ હાઇવેના રિકાર્પેટિંગમાં વેઠ ઉતારાયાની રાવ

વાંકલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18 કરોડના ખર્ચે થઇ રહેલી હાઇવેની મરામત કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉઠતા નાણાંનો વ્યય થવાનો ભય

માંગરોળ તાલુકાના ઝંખવાવ કોસંબા રાજ્ય ધોરી માર્ગ ના રિ કાર્પેટીંગ કામમાં નકરી વેઠ ઉતારવામાં આવી રહી હોવાની ફરિયાદ સ્થાનિકોમાં ઉઠવા પામી છે. માંગરોળ તાલુકા મથકથી જિલ્લા મથકને જોડતો અંત્યંત કડીરૂપ ઝંખવાવ કોસંબા રાજ્ય ધોરીમાર્ગ છેલ્લા બે ત્રણ વર્ષથી સ્ટોન કોરીના ભારે વાહનોને કારણે માર્ગ અંતિમ બિસ્માર બની ગયો હતો જેથી અનેક અકસ્માતો આ માર્ગ ઉપર અત્યાર સુધીમાં સર્જાયા છે જેથી બાબતે અનેકવાર રજૂઆતો થતા આખરે માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા ના સફળ પ્રયત્નથી રાજ્ય સરકારે ઉપરોક્ત માર્ગના કામ માટે રૂપિયા 18 કરોડ જેટલી માતબર ગ્રાન્ટની ફાળવણી કરી છે.

હાલમાં કોસંબા ઝંખવાવ રાજ્ય ધોરીમાર્ગ નું રીકાર્પેટીંગ કામ ચાલી રહ્યું છે પરંતુ માર્ગની થીક્નેસ અંગે ફરિયાદ ઉઠવા પામી છે માર્ગ નું કામ ગુણવત્તા યુક્ત થતું નથી તેવા સવાલો ઉઠી રહ્યા છે જ્યારે 18 કરોડ જેવી ગ્રાન્ટ ફાળવવામાં આવી હોય તો માર્ગ નું લેવલ જાળવી યોગ્ય પ્રકારે સરકારના નીતિ નિયમો અનુસાર કામ થવું જોઈએ તેવી માંગ ઉઠી રહી છે કારણ કે યોગ્ય પ્રકારે ગુણવત્તા યુક્ત કામગીરી નહીં થાય તો ટૂંક સમયમાં માર્ગ ખરાબ થઈ જાય છે અને ખરાબ માર્ગને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં અનેક લોકોએ આ માર્ગ પર જીવ ગુમાવ્યા છે ખરાબ માર્ગ મુદ્દે અનેક રજૂઆતો કરવા છતાં સમારકામ થતું નથી ભૂતકાળમાં આવા અનેકવાર બનાવો બન્યા છે જેથી ગુણવત્તા યુક્ત કામ થાય તેવી માંગ સમગ્ર વિસ્તારમાંથી ઉઠી રહી છે

માર્ગની થીકનેશ ઓછી, મટિરિયલ યોગ્ય નથી
ઝંખવાવ કોસંબા રાજ્ય ધોરીમાર્ગના કામમાં નકરી વેઠ ઉતારવામાં આવી રહી છે માર્ગની થીકનેસ અને મટીરીયલ પણ યોગ્ય રીતે વાપરવામાં આવતું નથી સરકારના નીતિ નિયમો મુજબ માર્ગ નું કામ થતું નથી અને મહત્વની બાબત એ છે કે માર્ગના કામ અંગે ની માહિતી આપતું બોર્ડ કોઈપણ જગ્યાએ લગાવવામાં આવ્યું નથી કામ માટે કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે સમય મર્યાદા કેટલી છે પ્રજાજનોને કોઈપણ જાતની જાણકારી મળતી નથી આ બાબતે અમે માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓને અમે રજૂઆત કરનાર છે. -પ્રકાશભાઈ ગામીત, સરપંચ, રટોટી ગ્રામ પંચાયત

અન્ય સમાચારો પણ છે...