માંગણી:જિલ્લાની શિક્ષકોનો પડતર પ્રશ્ન ન ઉકેલાતા મંત્રીને રાવ

ભીલાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાતમાં પગાર પંચનો હપ્તો આપવા માગ

વલસાડ જિલ્લાની ગ્રાન્ટેડ સ્કુલના શિક્ષકોના પડતર પ્રશ્નોનો ઉકેલ માટે વર્ષ 2019માં બોર્ડની પરીક્ષા સમયે સમાધાન થયુ હતું. જેનો આજ દિન સુધી ઉકેલ ન આવતા વલસાડ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા પડતર પ્રશ્નોના ઝડપી ઉકેલ લાવવા મંત્રી રમણલાલ પાટકરને આવેદન પત્ર પાઠવ્યું છે. ગુજરાત રાજ્યના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલના શિક્ષકોએ પ્રાથમિક શિક્ષકોની જેમ પાંચ વર્ષથી ફિક્સ પગારની નોકરી સળંગ ગણવા માટે ઠરાવ થયેલ હતો જે લાગુ ન કરાતા, વર્ષ 2016માં પારદર્શકતાથી ભરતી થયેલ શિક્ષકો શાળા બંધ થતાં કાયમી ફાજલ થયેલ તેનું રક્ષણ કરવા તથા સાતમા પગાર પંચના બાકી હપ્તા ઝડપભેર ચુકવણી કરવા જેવા પ્રશ્નોને લઈ 13મી ડિસેમ્બરના રોજ મંત્રી રમણલાલ પાટકરને આવેદન પત્ર પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...