આક્ષેપ:ભીલાડમાં વહીવટ દારનો ચાર્જ છતાં પૂર્વ સરપંચનાં પતિ સભા બોલાવતા રાવ

ભીલાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સભા થકી સરકારની મળતી સહાયની માહિતી થકી ચૂંટણી પ્રચારના આક્ષેપ

ઉમરગામ તાલુકાની ભીલાડ ગ્રામ પંચાયતની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થતા વહીવટ દારની નિમણુક કરવામાં આવી છે. પંચાયતનાં ભૂત પૂર્વ સભ્ય અને ભૂત પૂર્વ સરપંચનાં પતિ કપિલ જાદવ દ્વારા પંચાયત કચેરીમાં સભા બોલાવી સરકારની મળતી સહાયની લોકોને જાણ કરી આગામી ચૂંટણી પ્રચાર કરી રહ્યા હોવાનો આક્ષેપ મૂકી પંચાયતનાં પૂર્વ વીસીએ જગદીશ ધોડીએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી છે.ઉમરગામ તાલુકા વિસ્તારની 14 ગ્રામપંચાયતની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થતાં ફરી ચૂંટણી ન યોજાતા પંચાયત કચેરી પર પંચાયતનો વહીવટ માટે વહીવટ દાર ની નિમણુક કરી છે.

ભીલાડ પંચાયતની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થતાં પંચાયતનાં વહીવટ દાર તરીકે મુકેશભાઈ પ્રજાપતિની નિમણુક કરી હતી. ભીલાડ ગ્રામપંચાયતની ટર્મ પૂર્ણ થવા છતાં પંચાયતનાં પૂર્વ સભ્ય અને પૂર્વ સરપંચનાં પતિ કપિલભાઈ જાદવ દ્વારા પંચાયત કચેરી પર સભા બોલાવી લોકોને સરકારી સહાય અંગે જાણકારી આપી ચૂંટણી પ્રચાર કરી રહ્યા હોવાના ગંભીર આક્ષેપ પંચાયતનાં પૂર્વ વીસીએ જગદીશ ધોડી દ્વારા મુકવામાં આવ્યા છે. ભીલાડ પંચાયતનાં વીસીએ પંચાયતમાં વહીવટ દાર તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ પ્રજાપતિ પણ પંચાયત પૂર્વ પંચાયતનાં સભ્ય અને પૂર્વ સરપંચનાં પતિ કપિલ જાદવને પંચાયત કચેરી ઉપયોગમાં લેવા મટે મદદ કરી રહ્યા હોવાના આક્ષેપ મૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...