ધરપકડ:સરીગામમાં પોલીસની ફ્લેટમાં રેઈડ, જુગાર રમતા 6 ઝડપાયા

ભીલાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રોકડ અને વાહનો મળી 7.42 લાખનો મુદ્દામાલ કબ્જે

સરીગામ ખાતે આવેલ ખોડલધામ એપાર્ટમેન્ટ ના ત્રીજા માટે 11 મી જૂન ના રોજ સાંજે 8 કલાકે ભીલાડ પોલીસે રેડ કરી ફ્લેટ માં જુગાર રમતા 6 ઈસમો ઝડપી પાડ્યા હતા.જુગારી પાસે થી રૂ.61605 રોકડ,રૂ.70500 ની કિંમત ના મોબાઈલ તથા રૂ 610000 ની કિંમત ના વાહનો કબ્જે લીધા હતા.

ભીલાડ પોલીસ સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ ભીલાડ પોલીસ શુક્રવાર ના રોજ પેટ્રોલીંગ માં હતા.તે સમયે બાતમી મળી હતી કે સરીગામ કેડીબી હાઈસ્કૂલ પાસે આવેલ ખોડલધામ એપાર્ટમેન્ટ ના ત્રીજા માળે કેટલાક ઈસમો તીન પત્તા નો હારજીત નો જુગાર રમી રહ્યા છે.

બાતમી ના આધારે પોલીસે રેડ કરી 6 ઈસમો ને ઝડપી પાડ્યા હતા.જેઓ એ હારજીત માં દાવ માં મુકેલા રૂ.11655,અંગ ઝડતી માંથી રૂ.49950 ની રોકડ મળી આવી હતી.જુગારી ઓ પાસે થી 8 મોબાઈલ કિંમત રૂ.70500 તથા પાર્કિંગ માં મુકેલા કાર સહિત 4 વાહનો ની કિંમત રૂ.610000 મળી કુલ્લે રૂ.742105 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

આ આરોપીઓ જુગાર રમતા ઝડપાયા
1,મૌનિક મહેન્દ્રભાઈ ભંડારી.(વય,25,રે,રમજાન નગરી,સરીગામ) 2,સંદેસ રમેશભાઈ માને (વય,25,રૂમ ન.05,ભગવાનભાઈ કહાર ની ચાલ,સરીગામ) 3,પારસમણી તીર્થ પટેલ(વય,28,ફ્લેટ ન.106,શિવનગર બિલ્ડિંગ સોળસુંબા) 4,કૃણાલ અરવિંદભાઈ કહાર (વય,24,સાદ કોમ્પલેક્ષ કહારવાડ, સરીગામ) 5,દિગંબર નામદેવ ઉન્ડે (સરીગામ, ત્રણ રસ્તા) 6,રેહાન સમસુદીન અન્સારી (વય,29,302,સાંઈ કોમ્પલેક્ષ ગાંધીવાડી ચિત્રકુટ, ઉમરગામ)

અન્ય સમાચારો પણ છે...