કોળીવાડ ગ્રામપંચાયત વિસ્તારમાં માનવ વસ્તી વચ્ચે ઊભી થઈ રહેલી વેસ્ટર્ન રેફીરેશન લી.કંપની નો કોળી વાડ ગ્રામપંચાયતની 24 એપ્રિલે યોજાયેલી ગ્રામસભામાં હવા,ધ્વનિ અને વાયુ પ્રદુષણને લઈ ભારે વિરોધ નોંધાવવમાં આવ્યો હતો.ગ્રામજનોના વિરોધને લઈ પંચાયતે નિયમાનુસાર કાર્યવાહી કરવાનો ઠરાવ કરી લોકોનારોષને ઠારવાનો પ્રયાસ કર્યો છે. ઉમરગામ તાલુકાનાં કોળીવાડ ગ્રામ પંચાયતની ગ્રામસભા 24 એપ્રિલે સવારે 10 કલાકે સરપંચ સોનમબેન પટેલની અધ્યક્ષતામાં મળી હતી.
જેમાં પંચાયત વિસ્તારમાં 40 એકરથી વધુ જમીન પર ઉભી કરાઇ રહેલી વેસ્ટર્ન રેફિરેશન લી. કંપની સામે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કોળીવાડ પંચાયત હદના તળ પાસે નિર્માણ થઇ રહેલી આ કંપનીની ચારેય તરફ અંદાજિત 2500થી વધુ માનવ વસ્તી સવાટ કરે છે.જેમાં 1 કિમીની ત્રીજીયામાં પ્રાથમિક શાળા, આંગણવાડી અને સમુદ્ર આવેલો છે.કંપની કાર્યરત થતા કંપની દ્વારા હવા,પાણી અને ધ્વનિ પ્રદૂષણ થવાની તથા કંપનીમાં બહારનાં કામદારો વસવાટ કરવાથી ગામની શાંતિ ડોહળાવવાની શક્યતાને લઈ ગ્રામસભામાં કંપનીનો વિરોધ કરાયો હતો.
ગ્રામજનોના વિરોધને લઈ પંચાયતે નિયમાનુસાર કાર્યવાહી કરવાનો ઠરાવ કર્યો હતો. કોળીવાડનાં રહેઠાણ વિસ્તારથી 15 કિમીના અંતરે ઉમરગામ જીઆઇડીસી તથા સરીગામ જીઆઇડીસી આવેલી છે.જેમાં 1500 જેટલા એકમો કાર્યરત છે.જેને લઈ લોકોને રોજગારીનો પ્રશ્ન રહેતો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.