તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ખતલવાડામાં પુત્રના લગ્નમાં જાન કાંઢતા પિતા સહિત 4 સામે કાર્યવાહી

ભીલાડ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિસ્ટમ, ટેમ્પો સહિત 2.58 લાખનો મુદ્દામાલ જપ્ત

ઉમરગામના ખતલવાડા આસન દેવી ખાતે બળવંતભાઈ વિનુંભાઈ માછીના ઘરે તેમના દીકરાના લગ્ન હોય ટેમ્પોમાં સાઉન્ડ સિસ્ટમ સાથે ડીજેના તાલે વરઘોડો કાઢવામાં આવ્યો હતો એ સમયે ઉમરગામ પોલીસ પેટ્રોલિંગમાં હતી. વરઘોડો ખતલવાડા તરમોરા ફળિયા પાસે પહોંચતા ડીજેનો ઘોંઘાટ સંભળાયો જેથી પોલીસે સ્થળ પર જઇ જોતા છોટાહાથી ટેમ્પો પાછળ સાઉન્ડ સિસ્ટમ,સ્પીકર અને એમ્પ્લીફાયર ગોઠવી જોર જોરથી ડીજે વગાડવામાં આવતો હતો.

અહીં કલેકટરના જાહેરનામા નો ભંગ થતો હોવાથી વરઘોડાને અટકાવી સંચાલક વરરાજાના પિતા બળવંત માછી ઉં.વ 45 તથા ડ્રાઈવર દિવ્યેશ અમરત મિતના(માછી)ઉ.વ 18 રહે કાલઈ મિતના વાડ, સાઉન્ડ સિસ્ટમનો સંચાલક કેતન ચંપકભાઈ માછી ઉં.વ ૨૩, રહે કાલઈને જાહેરમાં ડીજે વગાડી વરઘોડી જાહેરનામાનો ભંગ તથા કોરોના સંબંધિત સરકારની ગાઈડલાઈનના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરી ટેમ્પો, સાઉન્ડ સિસ્ટમ મળી 2,58,300નો મુદ્દામાલ કબજે લઇ ત્રણેયની અટક કરી હતી.

વરઘોડામાં માસ્ક અને સામાજીક અંતરના નિયમોના પણ ધજાગરા ઉડતા દેખાયા હોય પોલીસે ipc કલમ 188,114 અને 135 મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બે દિવસ અગાઉ જ ઉમરગામ પોલીસે જાહેરનામાનો ભંગ કરી લગ્નમાં વધુ માણસો હોવાથી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...