ચૂંટણી:ઉમરગામમાં ભાજપ દાવેદારને તૈયારીનો ફોન, પછી ખબર પડી પાંચને ફોન આવ્યા

ભીલાડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કક્ષાએથી ફોન ઉપર સૂચના આપવામાં આવી

ઉમરગામ વિધાન સભા બેઠક માટે 18 દાવેદારોએ ટિકિટ માંગી છે જે પૈકી જિલ્લા કક્ષાએથી ફોન પર 5 દાવેદારોને જાતિનું પ્રમાણપત્ર તૈયાર રાખવા સૂચના મળતાં ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળે છે. ઉમરગામ વિધાનસભા બેઠક વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવારને 40 હજાર કરતા વધુ વોટથી હરાવી ભાજપનાં રમણ પાટકર વિજેતા બન્યા હતા.તે સમયે ઉમરગામ તાલુકા પંચાયત પર કોંગ્રેસનો કબજો હતો. કેટલીક પંચાયતનાં સરપંચો કોંગ્રેસ પ્રેરિત હતા.જો કે વર્ષ 2022ની વિધાન સભાની ચૂંટણી સમયે તાલુકા પંચાયત ભાજપ પાસે છે.અને તાલુકાની 52 ગ્રામ પંચાયતનાં સરપંચો ભાજપ પ્રેરિત છે.જે લઈ ઉમરગામ વિધાનસભા બેઠક માટે 18 દાવેદારોએ ટિકિટ માગી છે.ઉમેદવારોનાં સેન્સ લેવાની પ્રકિયા પૂર્ણ થઈ ને ઉમેદવારો માટે પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવારોનું નામ ફાઇનલ કરવા મંત્રણા ચાલી રહી છે.

ભાજપનાં અંગત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમરગામ વિધાનસભા બેઠક નાં પાંચ જેટલા દાવેદારોને જિલ્લા કક્ષાએથી ફોન દ્વારા જાણકારી આપી જાતિનું પ્રમાણપત્ર તૈયાર રાખવાની સૂચના આપવામાં આવી છે.જે પાંચ દાવેદારોમાં સિટીંગ ધારાસભ્ય રમણ પાટકર,સુભાષ બારગા,ભાજપ મહામંત્રી પ્રકાશ પટેલ,પૂર્વ મહામંત્રી રામદાસ વરઠા અને જીઆઇડીસીનાં અધિકારી બી.સી.વારલીનો સમાવેશ થાય છે.

ઉમરગામ તાલુકાના રાજકારણમાં હાલ ધારાસભ્ય રમણ પાટકર,બી.સી.વારલી,સુભાષ બારગા, પ્રકાશ પટેલ અને સુરેશ હળપતિના નામની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે, પ્રથમ દાવેદારને ફોન આવતા ખુશીનો માહોલ છવાયો હતો થોડા સમય પછી તપાસ કરતા જાણવા મળ્યું કે જિલ્લા કક્ષાએથી માત્ર તેમને જ નહી અન્ય ચારને પણ તૈયારી માટે જણાવ્યંુ હોવાનું જાણવા મળતા નિરાશા વ્યાપી હતી. ઉમરગામ બેઠક માટે ભાજપ કોને ટિકિટ આપે તેના ઉપર સૌની મિટ મંડાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...