અકસ્માતનું જોખમ:વાપી દમણગંગા બ્રિજથી નંદીગ્રામ સુધી હાઇવે પર ખાડાનું જોખમ

ભીલાડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કરમબેલા અંડર ગ્રાઉન્ડ બ્રિજ પરનો રોડ બેસી ગયો

વલસાડ જિલ્લામાં પાછલા સપ્તાહે પડેલા ભારે વરસાદને કરાણે માર્ગો ધોવાઇ ગયા છે. જેમાં વાપી દમણગંગા નદી પરના બ્રિજથી લઇ મહારાષ્ટ્ર બોર્ડર પાસેના વલવાડા સુધી હાઇવે પર મસ મોટા ખાડા પડી ગયા છે જેને લઇ અકસ્માતની સંભાવના વધી છે. કમબેલા અંડર ગ્રાઉન્ડ બ્રિજ ઉપરનો રોડ બેસી જતા અકસ્માતનું જોખમ છે.

ગુજરાત અને મહારાષ્ટ્રના લાખો લોકો માટે જીવાદોરી સમાન નેશનલ હાઇવે નં 48 પર પાછલા દિવસોમાં ભારે વરસાદને કારણે માર્ગો ધોવાઇ જતા અને મોટા મોટા ખાડા પડી ગયા છે. મહારાષ્ટ્ર બોર્ડરના નંદીગામથી વલવાડાની દમણ ગંગા ખાડીને જોડતા બ્રિજ સુધીના હાઇવે માર્ગ પર પ્રતિ રોજ હજારોની સંખ્યામાં નાના મોટા વાહનો પસાર થાય છે.24 કલાક વાહનોની અવર જવરથી ધમધમતા આ હાઇવે પર ખાડામાં પાણી ભરાય રહેતા નાના વાહન ચાલકો દુર્ઘટનાનો ભોગ બની રહ્યા છે.

કરમબેલા હાઇવે પર જલારામ મંદિર સામે અંડર ગ્રાઉન્ડ નાળા ઉપર યોગ્ય પુરાણ ન કરાતા રોડની બન્ને તરફ આરસીસી નાળાથી નીચે બેસી ગયો છે.જેના લીધે પુર ઝડપે આગળ વધતા વાહનોનાં પૈડાં ખાડા માં પડતાં ડરનો માહોલ ઉભો થઇ રહ્યો છે.આ ખાડાઓ પુરવામાં ન આવતા વાહન ચાલકોમાં હાઇવે ઓથોરિટી સામે આક્રોશ ઠાલવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...