તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કાર પર પોલીસ લખીને દમણથી દારૂની ખેપ મારતો PSI પકડાયો

ભીલાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દારૂ સાથે ઝડપાયેલી કાર - Divya Bhaskar
દારૂ સાથે ઝડપાયેલી કાર
  • બામણપૂજા ચેકપોસ્ટ પર કારમાં દારૂની હેરાફેરી
  • પ્રવિણ બાગલે કલગામ SRP કેમ્પનો PSI નીકળ્યો

સંઘ પ્રદેશ દમણ પાસે નારગોલ કૉસ્ટેલ હાઇવે બામણપૂજા ચેકપોસ્ટ પર 2 જુલાઈએ હોન્ડા (કાર નં.DD-03. N.0005)માં દારૂ ની 168 બોટલ ભરી દારૂની ખેપ મારતો કલગામ એસઆરપીનો પીએસઆઈ પ્રવીણ બાગલે તથા અન્ય એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યા હતા. કારમાં રૂ.19200નો દારૂ સાથે રૂ.329700 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

બુટલેગર PSI પ્રવીણ બાગલે
બુટલેગર PSI પ્રવીણ બાગલે

દમણથી આવતી કારને રોકી અંદર બેઠેલા ઈસમોને નીચે ઉતારી ચેક કરતા કારની પાછળના ભાગે સીટ તથા કારની ડીકીમાંથી 168 બોટલ કિંમત રૂ.19200નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પકડાયેલા ઈસમોને ભીલાડ પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા પ્રીતમકુમાર શંકરભાઇ પટેલ (વર્ષ.32, ધંધો વેપાર, રે,અટગામ વાડી ફળિયા) તથા પ્રવીણભાઈ દશરથભાઈ બાગલે (વર્ષ.52,રે,મહાદેવ નગર,વલસાડ) કસ્ટડીમાં ધકેલી દીધા હતા. પ્રવીણભાઈ ઉમરગામના કલગામ ખાતે એસઆરપી કેમ્પના પીએસઆઈ હોવાનું બહાર આવ્યું હતું. પીએસઆઈ દારૂની ખેપ મારવા કારના બેઝવોર્ડ પર પોલીસ લખેલી પ્લેટ મૂકી હતી. ભીલાડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...