સરીગામ પ્લાસ્ટિક ઝોનથી નાના માંડાને જોડતો માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે.માર્ગ મકાન વિભાગ અને જીઆઇડીસીનાં અધિકારી સંકલનનાં અભાવે માર્ગની મરામત ન થતાં વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે.
સરીગામ જીઆઈડીસીનાં માંડા કલોની વિસ્તારમાં મોટા એકમો કાર્યરત હોય તેમાં ભારે વાહનો 24 કલાક માંડા પ્લાસ્ટિક ઝોનથી નાંના માડા માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે.જેના લીધે આ માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર બન્યો છે.આ માર્ગ નાંનાં માંડા,નીકોલી,ધોડિપાડા,મરોલી, બિલીયા વિસ્તારનાં કામદાર વર્ગ અને સ્થાનિકો ઉપયોગ કરી રહ્યા છે.સ્થાનિકોએ રજૂઆત કરાતાં માર્ગ મકાન વિભાગ અને સરીગામ જીઆઇડીસીનાં અધિકારીઓ એક બીજાને ખો આપી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે.
માર્ગ નવો બનાવવા અને તેના નિભાવ માટે જીઆઇડીસી અને પીડબલ્યુડી અધિકારીઓ વચ્ચે સંકલનનાં અભાવે બિસ્માર માર્ગની મરામત પણ થતી નથી. માર્ગ પર નહેર પર નાળાનું બાંધકામ જમીન લેવલ સુધી પહોચી ગયું છે. બિસ્માર માર્ગ પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકો માર્ગની દુર્દશાથી ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. આ અંગે સ્થાનિક અગ્રણી રાજેશ નાયકએ માર્ગ મકાન ખાતા,વલસાડનાં અધિકારીને લેખિત રજૂઆત કરી ચોમાસા પહેલા માર્ગની મરામત કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.