તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:ઉમરગામમાં ભારે વરસાદથી અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય ચૂકવો

ભીલાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય કક્ષાના મંત્રી પાટકરે હોદ્દેદારો સાથે બેઠક કરી અધિકારીઓને જરૂરી સૂચના આપી

ભાસ્કર ન્યૂઝ|ધોડીપાડા મંત્રીના નિવાસ સ્થાને મંત્રી રમણ પાટકરની અધ્યક્ષ સ્થાન હેઠળ અધિકારી અને પદાધિકારીઓ સાથે બેઠક મળી હતી. જેમાં મંત્રીએ ભારે વરસાદમાં બિસ્માર થયેલા માર્ગોની તાત્કાલીક મરામત અને અસરગ્રસ્તોને સત્વરે સહાય ચૂકવવા અધિકારીઓને સૂચના આપી હતી. ઉમરગામ તાલુકામાં ભારે વરસાદને કારણે મુખ્ય માર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં રસ્તા તેમજ લોકોની ઘરવખરીને નુકસાન થયું હતું. આ ઉપરાંત ઘરનું રાશન પણ પલળી જવા પામ્યું હતું.

આ અસરગ્રસ્તોને સત્વરે સહાય મળે તેમજ જ્યાં-જ્યાં રસ્તાઓનું ધોવાણ થયું છે તેના મરામતની કામગીરી ઝડપભેર કરવા મંત્રી રમણ પાટકરે અધિકારીઓને સૂચના આપી હતી.મંત્રીએ ભારે વરસાદને કારણે ખરાબ થયેલા રસ્તાની સ્થળ મુલાકાત લીધી છે અને તેના મરામતની કામગીરી બુધવારથી યુધ્ધના ધોરણે શરૂ કરી દેવા જણાવ્યું હતું. તથા લોકોના ઘરમાં પાણી ભરાયાં હતાં અને રાશન પણ પલળી જતા કુટુંબોને રાશનકીટનું વિતરણ કર્યું હતું. ઉમરગામ પાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આશરો લીધેલા લોકોને ફૂડ પેકેટનું વિતરણ કર્યુ હતું.

160 વપરિવારને ઘરવખરી સહાયની ચુકવણી તથા ઘરો પડી ગયા છે તેવા પરિવારોને સ્વભંડોળમાંથી સહાય આપવામાં જણાવ્યું હતું.જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ મુકેશભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી અક્ષય રાજપૂત, માર્ગ અને મકાન વિભાગના તેજસભાઈ પટેલ, ભાવિનભાઈ, ઉમરગામ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ દિલીપભાઈ ભંડારી, જિલ્લા પંચાયત દંડક દીપકભાઈ મિસ્ત્રી, નગરપાલિકા, મામલતદાર કચેરીના અધિકારીઓ, મરોલી, માણેકપોર, વંકાસ, માંડા, સરઇ, આહુ ગામના સરપંચો તથા તાલુકા પંચાયત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...