ખાતમુહૂર્ત:સરીગામ આહિર ફળિયામાં પેવરબ્લોકની સુવિધા મળશે

ભીલાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સરીગામ પંચાયત વિસ્તાર નાં આહિર ફળિયા ખાતે રૂ.5.50 લાખ નાં ખર્ચે પેવરબ્લોક માર્ગ નું નિર્માણ ની ફાળવણી કરી હતી.જે સરીગામ વિકાસ નાં માગર્દશક એવા રાકેશ રાય ની ઉપસ્થિતિ વચ્ચે સરપંચ સહદેવ વઘાત દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું.

જે ખાતમુહૂર્ત પ્રસંગે પંચાયત સભ્યો અસ્મિતાબેન દુબળા, આશીષભાઈ આહીર, દલપતભાઈ ગંજાડીયા, સરીગામ અગ્રણી વિનોદ ઠાકુર, મુકેશ દુબળા, પિયુષ ભંડારી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.પેવર બ્લોકની નિર્માણ માટે ફળિયા વાસીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી.

અન્ય સમાચારો પણ છે...