બેદરકારી:ભીલાડમાં વીજ બિલ ભરવા કલાકો વેડફાતા આક્રોશ, માત્ર 1 કર્મીને કારણે લાંબી કતારો

ભીલાડએક દિવસ પહેલા
  • કૉપી લિંક

ભીલાડ વીજ કચેરી પર વીજ બિલ ભરવા માટે ગ્રાહકો ની સવારથી લાંબી કતારો લાગી જતાં વીજ બિલ ભરવા કલાકોનો સમય વેડફાઈ રહ્યો છે. ઉમરગામ તાલુકાના ભીલાડ ગામ ખાતે આવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વીજ કચેરીમાં ભીલાડ તથા આજુ બાજુના ગામના વીજ ગ્રાહકો વીજળીનાં બિલ ભરવા માટે આવે છે.

વીજ કચેરી પર માત્ર એક જ કર્મચારી વીજ બિલો સ્વિકારવા માટે ફરજ પર રહેતા વીજ ગ્રાહકોની લાંબી કતારો લાગી રહી છે.જેના લીધે વીજળીનાં બિલો ભરવા આવેલા ગ્રાહકોનો કલાકોનો સમય વેડફાઈ રહ્યો છે. કેટલાક નોકરિયાતો એક દિવસ નોકરી પર રજા પાડે છે તો કેટલીક મહિલા નાના બાળકોને ઘરે મૂકીને આવતી હોય આવા લોકોની દયનીય હાલત બની રહી છે.

વીજ કચેરી પર વિજ બિલો ભરવા માટે કર્મચારીઓ વધારવામાં આવે તો ગ્રાહકોનો વેડફાતો કિંમતી સમય બચી જાય તેમ છે.વીજળી બિલ ભરવા માટે પૂરો દિવસ વેડફાઈ જતા વીજ ગ્રાહકો ત્રસ્ત થયા છે. વીજ બિલ ભરવામાં સમય વધુ લાગતા અન્ય કર્મચારીની નિમણુંક કરવા માટે ગ્રામજનોએ માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...