આક્ષેપ:ઉમરગામ તાલુકામાં ખેતીવાડીના વીજપ્રવાહનો સમય બદલતા રોષ

ભીલાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સર્વોદય યોજના બંધ થતા ઉદ્યોગપતિની સરકાર હોવાનો ખેડૂતનો આક્ષેપ

ઉમરગામ તાલુકામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ખેતીવાડી ક્ષેત્રે દિવસ દરમ્યાન અપાતો વીજ પ્રવાહનું શિડ્યુલ બદલીને રાત્રે કરી દેતા ધરતી પુત્રો લાલઘુમ થયા છે. સરકારની કિશાન સર્વોદય યોજના ટૂંકા સમયમાં બંધ થતાં ખેડૂતો ઉધોગપતિની સરકાર હોવાના આક્ષેપ મૂકી રહી છે.

ઉમરગામ તાલુકામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ખેડૂતોને ખેતીવાડી ક્ષેત્રે દિવસ દરમ્યાન વીજ પ્રવાહ પૂરો પાડી સરકારે વાહવાહી લૂંટી હતી. કિશાન સર્વોદય યોજનામાં ઉમરગામમાં લાગુ કરી દિવસ દરમ્યાન ખેતીવાડી ક્ષેત્રે વીજ પ્રવાહ પૂરો પાડી ખેડૂતોની વાહવાહી લૂંટી હતી. સરકારનાં મંત્રી દ્વારા સભાઓ કરી ખેડૂતોનાં ખેતરો જંગલ વિસ્તારમાં હોવાના લીધે રાત્રે ઝેરી જાનવરોનો ભય રહે છે. ખેડૂતોને પૂરી રાત ભર જાગવું પડે છે.

જે લઈ સરકારે ખેડૂત પરિવારનું વિચાર કરીને રાત્રે આપવામાં આવતો વીજ પુરવઠો દિવસ દરમ્યાન કરવામાં આવી રહ્યો હોવાનું જણાવી ખેડૂતોની વાહવાહી લૂંટી હતી. અને કોરાનાં સમયમાં દર્દી ઓ માટે હોસ્પિટલમાં બેડ કે ઓકસીજન, ઇન્જેક્શન ઉપલબ્ધ કરવામાં નિષ્ફળ ગયેલી સરકાર ખેડૂતોનો ગુસ્સો શાંત કરવામાં સફળ થઈ હતી. ઉમરગામ તાલુકામાં અડધા ગામોમાં દિવસ દરમ્યાન વીજ પ્રવાહ આપવામાં આવ્યો હતો.

જ્યારે અન્યો ગામોનાં ખેડૂતોને તબક્કા વાર સામેલ કરવાનું જણાવી સ્વપ્ના જોતો કરી દીધા હતા. સવારે 5કલાકથી બપોરે 1 કલાક અને બપોરે 1 કલાકથી રાત્રે 9 કલાક સુધી આપવામાં આવતો વીજ પ્રવાહ રોપણી સમયે ખેડૂતોને બહુ ઉપયોગી સાબિત થઇ રહ્યો હતો. જે શિડયુલ ડીસેમ્બર માસમાં બદલીને અઠવાડિયા સુધી સવારે 9 કલાકથી સાંજે 5 કલાક અને અઠવાડિયા પછી રાત્રે 10.45થી સવારે 6.45 સુધીનો સમય કરી દેતા ખેડૂતો લાલઘુમ બન્યા છે. રાસાણીક ખતરોનાં વધેલા ભાવો વચ્ચે ખેતી વાડી માટે આપવામાં આવતો દિવસનો વીજ પ્રવાહ પરત ખેંચી લેતા ખેડૂતોનો ગુસ્સો સાતમા આસમાને પોહચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...