સરીગામ ગ્રામપંચાયત વિસ્તારના કૈલાશ નગર, મસ્જિદ ફળિયા અને રમજાન નગરી વિસ્તારમાં રહેતા 500 જેટલા કામદારો કોરાના વેકસીનનો પ્રથમ ડોઝથી વંચિત રહેતા પંચાયતના સભ્યો એ વેકસીનનો જથ્થો ફાળવવા ઉમરગામ તાલુકાના બ્લોક હેલ્થ ઓફિસરને લેખિત રજુઆત કરી છે.ઉમરગામ તાલુકાના સરીગામ પંચાયત વિસ્તારના રમજાન નગરી, મસ્જિદ ફળિયા તથા કૈલાશ નગર વિસ્તારમાં ઉત્તર ભારતીય પરિવાર વસે છે. જેમાં મોટા ભાગના લોકો એકમોમાં કામ કરે છે.
જેના લીધે વેકસીનના સમયે રજાના અભાવે વેકસીન લઈ ન શકતા 500 જેટલા કામદારો કોરના વેકસીનનો પ્રથમ ડોઝ થી વંચિત રહ્યા છે. સરીગામ પંચાયતના સભ્યો નીરજ રાય, રેખાબેન બોરડે અને રુબીના શેખે ઉમરગામ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસરને લેખિત રજુઆત કરી કોરાના વેકસીનનો પ્રથમ ડોઝ કામદારો માટે કૈલાશ નગર આંગણ વાડી કેન્દ્ર ખાતે ફાળવવા રજુઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.