બેદરકારી:વલવાડા પ્રાથમિક શાળામાં તાલીમની અનદેખીથી અન્ય શિક્ષકો ખફા

ભીલાડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેટલાંક શિક્ષકો લટાર મારતા દેખાયા

ઉમરગામ તાલુકા ના વલવાડા પ્રાથમિક શાળા માં ચાર કેન્દ્રો ના પર્યાવરણ શિક્ષકો ની 6 ઠ્ઠી ઓક્ટોમ્બર ના રોજ તાલીમ આપવમાં આવી રહી હતી.જે તાલીમ ની અનદેખી કરી કેટલાક શિક્ષક લટાર મારતા અન્ય શિક્ષકો ખફા થયા છે.

ઉમરગામ તાલુકાના વલવાડા પ્રાથમિક શાળામાં ચાર કેન્દ્રોના પર્યાવરણ શિક્ષકોની બુધવારે સવારે 10 કલાક થી નવા પાઠ્યપુસ્તકો તાલીમ આપવમાં આવી હતી.જે તાલીમ વર્ગમાં શિક્ષક હાજર નહિ રહી અન્ય જગ્યાએ લટાર મારતા અન્યો શિક્ષકો પર વિપરીત અસર પડવાની સંભાવના બની છે. પર્યાવરણનું નવું પાઠ્ય પુસ્તક મુજબ બાળકોને શિક્ષણ કાર્ય કરાવવાનું હોય છે. જે માટે આ તાલીમ શિક્ષકો માટે અતિ મહત્વની બની રહે છે.

સરકાર તરફથી અપાતી આ તાલીમની કેટલાક શિક્ષક અનદેખી કરી પોતાના કાર્યમાં વ્યસ્ત થતાં શિક્ષણ સંસ્થાને ધબ્બો લાગી રહ્યો છે. વલવાડા પ્રાથમિક શાળામાં શિક્ષકોને આપેલી તાલીમમાં કયા શિક્ષકોએ અનદેખી કરી તેની હાજરી દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તપાસ કરાવે તેવી માગ શિક્ષકોમાં ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...