અકસ્માત:વલવાડા હાઇવે પર અકસ્માતમાં એક નું મોત,ત્રણને ઈજા પહોંચી

ભીલાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઇનો પરિવાર રજા ગાળવા અમદાવાદ જતો હતો

વલવાડા ને.હા.48 પર મુંબઈ થી સુરત જતા માર્ગ 23 મી ઓક્ટોબર નાં રોજ સવારે 7.30 કલાકે સ્કોપિયો ચાલકે ટ્રેલર ને ઓવર ટ્રેક કરવા જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં પત્ની નું મોત નિપજ્યું જ્યારે ચાલક પતિ અને બે પુત્રી ને ઈજા પહોચી હતી.મૂળ વાપીનાં હાલ કાંદીવલી ખાતે રહેતા નિશીથ મનોજકુમાર પંચોલી 23 મી ઓક્ટોબર નાં રોજ સવારે 4.30 કલાકે એમની સ્કોપીયો કાર ન.MH.05.CM.8045 માં પત્ની થૈકારી,પુત્રી સોમ્યાં (13) અને જીયા (10) ને લઈ અમદાવાદ એમના ઘરે અને સગાસંબંધી ને મળવા દિવાળી રજામાં નીકળ્યા હતા.

સવારે 7 કલાકે ભીલાડ ક્રોસ કરી સવારે 7.30 કલાકે વલવાડા રોયલ હબ ઈન્ડસ્ટ્રીઝ એરિયા ની સામે ત્રીજા ટ્રક અને પ્રથમ ટ્રેક વચ્ચે ચાલતા ટેલર વચ્ચે થી પસાર થઈ આગળ જતા ટેલર ન.GJ.16.AU.8440 ને ઓવર ટ્રેક કરવા જતાં ટ્રેલર નું પાછળ નું કાર ને અડી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ચાલક નીશિલ મનોજ પંચોલી(42) ને હાથ માં ઈજા પોહચી હતી.જ્યારે બન્ને પુત્રી ને ગુપ્ત માર તથા ઈજા પોહચી હતી.કાર માં આગળ ની સીટ પર બેઠેલી પત્ની થૈકારી ને માંથા નાં ભાગે ગંભીર ઈજા પોહચતા સારવાર માટે વાપી ચલા હોસ્પિટલ માં ખસેડવામાં આવી હતી.જ્યાં હાજર તબીબે મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે નિશીથ પંચોલી એ ભીલાડ પોલીસ મથક માં ફરિયાદ નોધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...