તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:હવે દહાણુંની લોકલ ટ્રેનને પણ વલસાડ સુધી લંબાવો

ભીલાડ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુસાફરોની વિરારની લોકલ ટ્રેન લંબાવવા માગ

વલસાડ જિલ્લાના મુસાફરો વર્ષોથી મુંબઇમાં દોડતી ચર્ચગેટ લોકલ ટ્રેનને વાપી કે વલસાડ સ્ટેશનો સુધી લંબાવવા માંગ કરી રહ્યા છે. જે માટે સામાજિક સેવા સંસ્થા તથા સામાજિક કાર્યકર્તા તથા રેલવે મુસાફર એસોસિએશન આગળ આવી પદાધિકારીઓથી પ્રશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓને વારંવાર લેખિત રજુઆત કરી હતી. પરંતુ વલસાડ જિલ્લાના મુસાફરો માટે મુંબઇની લોકલ ટ્રેન નસીબમાં ન આવી.

બરોડા ભીલાડ એક્સપ્રેસ ટ્રેનને મંત્રી રમણલાલ પાટકર, વલસાડ સાંસદ ડો.કે સી પટેલ, દમણ સાંસદ લાલુભાઈ પટેલ સહિત અન્યો એ લીલીઝંડી બતાવી દહાણું સુધી લંબાવી છે. જે સાથે ઉમરગામ તાલુકાના મુસાફરો માટે શાંતિથી મુસાફરી માટે નસીબમાં મળેલ એક ટ્રેનની સુવિધા ગણતરીના મહિનામાં છીનવાઈ જતા વલસાડ જિલ્લાના મુસાફરોએ દહાણુંમાં કલાકો સુધી સાઈડિંગ પર પડી રહેતી લોકલ ટ્રેનને વલસાડ કે વાપી સુધી લંબાવવા સાંસદો અને મંત્રી સમક્ષ માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...