ભીલાડ નજીક તલવાડા ને.હા.ચાર રસ્તા પર નિર્માણ થનારા બ્રિજ ના પ્લાન માટે હાઇવે ઓથોરીટી ની ટીમે વલસાડ જિલ્લા સાંસદ ની ઉપસ્થિત વચ્ચે નિરીક્ષણ કર્યું હતું.જેના 6 માસનાં વાહણા બાદ કોઈ કામગીરી હાથ ન ધરાતા સ્થાનિકોમાં નારાજગી ફેલાઇ છે. ઉમરગામ તાલુકાના અકસ્માત જોન તરીકે જાણીતા તલવાડા ચાર રસ્તાથી નંદીગામ બોર્ડર સુધીનાં ક્રોસિંગ પર ઓવર બ્રીજનાં અભાવે રોંગ સાઈટ જતા વાહન ચાલકોને દર મહિને થતાં અકસ્માતમાં અનેક નિર્દોષ વ્યક્તિ જીવ ગુમાવી રહ્યા છે.
અંત્યત જરૂરી એવા ઓવર બ્રીજનાં નિર્માણ માટે તલવાડા હાઇવે ક્રોસિંગ ચાર રસ્તા પર હાઇવે ઓથોરિટી દ્વારા ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં વલસાડ જિલ્લા સાંસદની ઉપસ્થિતીમાં જરૂરી માહિતી અને પ્લાન માટે નિરીક્ષણ કર્યું હતું.જેને લઈ ઓવરબ્રિજ નિર્માણ ટૂંક સમયમાં હાથ ધરવા ટેન્ડર પ્રોસેસ પ્રકિયા પૂર્ણ કરવામાં આવશે જેવી વાતો નેતાઓ દ્વારા વહેતી કરાતા સ્થાનિકો માં ખુશીનું મોજું ફરી વળ્યુ હતું.
પરંતુ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા નિરીક્ષણનાં 6 માસ પૂર્ણ થવા છતાં બ્રીજનાં નિર્માણ માટે કોઈ ગતિવિધિ ન દેખાતા સ્થાનિકોમાં નારાજગી ફેલાઈ રહી છે.નિર્દોષ વ્યક્તિનાં જીવ બચાવવા તલવાડા ક્રોસિંગ પર ઓવરબ્રિજ બનાવવાનું કામ તત્કાલિક ધોરણે હાથ ધરવા સ્થાનિકો માગ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.