વિરોધ:સરીગામની ગ્રામસભામાં વિકાસના કામો ન થતાં હોબાળો, પ્રદૂષણનો મુદ્દો પણ ગાજ્યો

ભીલાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12થી વધુ આદિવાસી વિસ્તારમાં કામો ન થયા હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા

સરીગામ ગ્રામપંચાયત ની ગ્રામસભા શનિવાર ના રોજ ઇન્ચાર્જ સરપંચ પંકજભાઈ રાય ની અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં છેવાડે ના ફળિયા માં વિકાસ ન પહોચ્યો,વરસાદી પાણી ઘરો માં ઘુસિયા,ફ્લેટ ધારકો પાસે નાણાં ઉઘરાવી ગટર નું નિર્માણ,આકારણી માં ભેદભાવ ની નીતિ,ઠરાવ પહેલા ચુકવણું, પંચાયત નું ટેન્કર કેમિકલ યુક્ત પાણી ના વેપાર માં પોલીસ મથકે જમા, છેવાડે ના ફળિયા માં વિકાસ ન પહોચતાં પંચાયત ના વિભાજન સાથે અનેક આક્ષેપો સાથે ગ્રામજનો એ ગ્રામસભા માથે લીધી હતી.

સહયોગ સદન હોલમાં શુક્રવારે બપોરે મળેલી ગ્રામ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર હતા ત્યારે કાગળ પર ચાલતી વિકસિત સરીગામ પંચાયતની ગ્રામજનો દ્વારા હવા કાંઢી નાખી હતી.દિલીપભાઈ ઠાકરિયાએ આદિવાસી વિસ્તાર ધરાવતા 12 થી વધુ ફળિયામાં વિકાસ ન થયો હોવાનો આક્ષેપ મૂકી ઇન્ચાર્જ સરપંચની સ્માર્ટ વિલેજ નું સુરસૂરિય બોલાવી દીધું હતું. પંચાયત દ્વારા ગામડા માં વિકાસ ન થાય તો પંચાયત નું વિભાજન કરી નાખવા ની માંગ કરી હતી.રાજેશ રાઠોડે ચોમાસામાં માહ્યાવંશી ફળિયા,આદિવાસી ફળિયું અને જીઈબી જૂની કચેરી વિસ્તારના ઘરોમાં કેડસમાં પાણી ભરાવા છતા તેના નિકાલ માટે કોઇ પગલાં ભર્યા ન હોવા અંગે રોષ ઠાલવી આદિવાસી ભાઈઓ પાસે પૈસા ઉઘરાણી પંચાયતને કામ માટે આપવા પડશે કે કેમ તેવા પ્રશ્ન કર્યા હતા.

અલ્કા પાર્ક વિસ્તારમાં ગટર માટે રૂ 2 .50 લાખનું આયોજન કરતા જિ.પં. દંડક દીપક મિસ્ત્રી દ્વારા આ વિસ્તારમાં ફ્લેટ ગ્રાહકો પાસે રૂ. 2000 નું ઉઘરાણું કરી ગટર બનાવતા,આયોજન માં લીધેલ ગટર અંગે ગંભીર આક્ષેપ મુક્યો હતો.અને પંચાયત નું ટેન્કર કંપની ના કેમિકલ યુક્ત પાણી ખાલી કરતા પોલીસ હાથે ઝડપાઇ જતા પંચાયત ના કાર્યશૈલી પર પ્રશ્નાર્થ મુક્યો હતો.

ઉદ્યોગપતિ અસ્મિતા જોશીએ પંચાયત દ્વારા આકારણીમાં ભેદભાવનો આરોપ લગાવ્યો હતો.મનીષ રાયે આદિવાસી ફળિયામાં વરસાદી પાણી નિકાલ માટે ખોદેલ નાળાને અકસ્માત થતાં હોય માર્ગ રિપેર કરવા જણાવી કચરો ઉઠાવતા કોન્ટ્રાકટર ના પૈસાનું ચુકવણું કરવા જણાવ્યું હતું. ડો.નીરવ શાહે મનમાની રીતે ઠરાવ પહેલા ચુકવણું કર્યું સહિત ના અનેક આક્ષેપો ગ્રામજનો દ્વારા ગ્રામસભા માં મુકવામાં આવ્યા હતા.

ઇન્ચાર્જ સરપંચ પંકજભાઈ રાય દ્વારા ગ્રામસભામાં મુકેલા કેટલાક પ્રશ્નો ના પત્યુંતર આપી કેટલાક પ્રશ્નો ની તપાસ કરાવવા નું આશ્વાસન આપ્યું હતું.ગ્રામસભામાં ભાજપ પ્રમુખ દિલીપ ભંડારી, દીપક મિસ્ત્રી,તા.પં. સભ્યો,પૂર્વ સરપંચ રમેશ દુમાડા,પંચાયતના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.ગ્રામસભાનું સંચાલન તલાટી કમ મંત્રી હીરાભાઈએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...