ક્રાઇમ:કરજગામે બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 9 યુવકો ઝડપાયા

ભીલાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 5 કાર, 13 બાઇક મળી 31 લાખનો મુદ્દા માલ કબજે

સરીગામ જીઆઇડીસી નજીક કરજગામ ખાતે બુધવારે રાત્રે ફાર્મ હાઉસની ખુલ્લી જગ્યામાં દારૂની મહેફિલ મનાવતા 9 ઈસમોને ભીલાડ પોલીસે ઝડપી પાડયાં હતા. સ્થળ પરથી 13 બાઇકો અને પાંચ કારો મળી કુલ્લે રૂ.31,71,200 નો મુદ્દામાલ કબજે લીધી હતો.

કરજગામ આગરી ફળિયા ખાતે મુકેશભાઈ નાનુના ઘર નજીક આવેલા ફાર્મ હાઉસની ખુલ્લી જગ્યામાં દારૂની મહેફિલ માંડી રહ્યા હોવાની ભીલાડ પોલીસને બાતમી મળી હતી. પોલીસે બુધવારની રાત્રે 10.45 કલાકે રેડ કરી હતી. જેમાં 9 ઈસમો દારૂની મહેફિલ માંડતા રંગેહાથે ઝડપાઇ ગયા હતા. જ્યારે 9 ઈસમો અંધારાનો લાભ લઇ નાસી છૂટ્યા હતા. પોલીસે 12 બિયરો કબજે લીધી હતી. જ્યારે પકડાયેલા ઈસમો પાસેથી 9 મોબાઈલ કિંમત રૂ.25500, મોટરસાયકલ નંગ.13 જેની કિંમત રૂ.3,19,000 તથા 5 કાર નંગ જેની કિંમત રૂ.2750000 મળી કુલ્લે રૂ.3171200નો મુદામાલ કબજે લીધો હતો. બર્થડે પાર્ટીની ઉજવણી કરવા ભેગા થયા હતાં.

શરાબની મહેફિલ માણતા પકડાયેલા ઈસમો
1. પ્રફુલ ગોવિંદ આહીર, સરીગામ, 2. અક્ષય શૈલેષ આહીર, બોરીગામ, 3. પંકજ ગમન ધોડી, કરજગામ, 4. ગૌરવ ઉત્તમ આહીર અણગામ, 5. નિતેષ છીબુભાઇ આહીર,બોરીગામ, 6. દીપક લક્ષ્મણ આહીર ,અણગામ, 7. અમરીશ શબીર ધોડી,કરજગામ 8. દિનેશ ભગુભાઇ ધોડી,કરજગામ 9. કેયુર પ્રવિણભાઇ આહિર, સરઈ

અન્ય સમાચારો પણ છે...