વિવાદ:બોરીગામમાં જમીનના પૈસા માટે ભત્રીજાનો કાકા પર હુમલો

ભીલાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીન વેચાણનાં મળેલા 50 લાખ રૂપિયા માંગ્યા હતાં

બોરીગામના ભગત ફળિયા ખાતે 9મી સપ્ટેમ્બર ના રોજ રાત્રિના આઠ કલાકે જમીન વેચાણના મળેલા રકમ અડધી પરત મેળવવા માટે ભત્રીજા એ એમના સગાના બોલાવીને કાકાને લાકડીને ફટકાથી માર મારી હાથ પગ ફેક્ચર કરી નાખ્યું. કાકાનાં ત્યાં આવેલા સંબધીને પણ મૂઢ મારમારી છોડાવવા વચ્ચે પડેલ ગર્ભવતી બહેન ને પણ મૂઢ માર મારતા સારવાર માટે સેલવાસ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ભીલાડ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકામાં બોરિગામ ભગત ફળિયા ખાતે ચંદુભાઈ ધોડી તેના પરિવાર સાથે રહે છે. 9મી સપ્ટેમ્બરનાં રોજ રાત્રિનાં 8 કલાકે તેમનું પરિવાર આવેલા મહેમાનો સાથે જમીને બેઠું હતું. તે દરમ્યાન ચંદુભાઈનો ભત્રીજો સ્નેહલ ગણેશ ધોડી ઘરે આવીને આપણી જમીન વેચાણનાં મળેલા 50 લાખનાં અડધા પૈસા ચેક મારફતે લખીને હમણાજ આપી દો.તેમ કહેતા ચંદુભાઈએ જણાવ્યું કે ઝાડવા નાં હમણાજ રૂ.50 લાખ મળેલા છે, તુ એ લીધેલા છે.

તો આ પૈસા તને કેવી રીતે આપીશ એમ કહેતા હિરેન એકદમ ઉછેકેરાઈ જઈ ચંદુભાઈને ઢીકામુક્કીનો માર મારી, હિરેન જોડે આવેલા ધર્મેશભાઈ (રહે, ડુંગરા) દિલીપભાઈ (રે,નાની સુલપડ,ખનકી ફળિયા,) અશોક પટેલ (નાની સુલપડ,ખનકી ફળિયા) સાથે લાવેલ લાકડી વડે માર મારતા જમણા પગનાં ઘૂંટણમાં ફેક્ચર તથા જમણા હાથનાં હથેળીનાં ભાગે ફેક્ચર થયું હતું. ચંદુભાઈની ત્યાં આવેલા મહેમાનો છોડાવવા જતા તેમને પણ ને પણ મૂઢ માર માર્યો હતો. પિતાનાં ઘરે આવેલી ગર્ભવતી પુત્રીને પણ મૂઢ માર મારતા સારવાર માટે સેલવાસની કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે મીનાબેન ચંદુભાઈ ધોડીએ ઉપરોક્ત ઈસમો વિરૂદ્ધ ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે. જિલ્લાના ઉમરગામ તાલુકામાં જમીન વેચાણનું કાર્ય હાલ જોરમાં ચાલી રહ્યું છે. જમીન વેચાણ કરતા કાકાને મોટી રકમ મળી હતી આ રકમમાંથી ભત્રીજો લાંબા સમયથી કાકા પાસે રૂપિયા માગતો હતો.

અન્ય સમાચારો પણ છે...