સુવિધા:નાહુલી રેલવે અંડર પાસનું કામ પૂર્ણતાના આરે, ભીલાડ રેલવે ગરનાળાનાં ટ્રાફિક જામની સમસ્યાથી ચાલકોને મુક્તિ મળશે

ભીલાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

એકલારાથી યુપીએલ લેબોરેટરી થઈ ને.હા.48 ને જોડતો માર્ગ પર નાહુલી રેલવે ફાટક પાસે રેલવે વિભાગ દ્વારા નિર્માણ થઇ રહેલ રેલવે અંડરપાસનું કામ પૂર્ણતાનાં આરે પહોંચ્યુ છે. અંડર પાસને જોડતો માર્ગને પહોળો કરવાની કામગીરી પુર ઝડપે આગળ વધતા ટૂંકા સમયમાં અંડર પાસની સુવિધા વાહન ચાલકોને ઉપલબ્ધ થશે. જે સુવિધા મળતાં વાહન ચાલકોને રેલવે ફાટકો અને ભીલાડ રેલવે ગરનાળાનાં ટ્રાફિક જામની સમસ્યાથી મુક્તિ મળશે. ઉમરગામ તાલુકાનાં ભીલાડ, મોહનગામ રેલવે ફાટક અને ભીલાડ રેલવે ગરનાળાનાં ટ્રાફિક જામથી વાહન ચાલકો છેલ્લા કેટલાક વર્ષોથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.

ટ્રાફિક જામની સમસ્યા એટલી હદે વધી ગઇ હતી કે, કોઇ પરિવાર તેમના સભ્યને ઇમરજન્સીમાં હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવું અઘરું બની જતું હતું. સરીગામ અને ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર તથા આજુબાજુ આવેલા ગામોમાં આવેલા એકમોનાં કામદારો, શાળા કોલેજનાં વિદ્યાર્થીઓ, સ્ટાફ, સરકારી કચેરીમાં આવતા જતા કર્મચારીઓ તથા અન્યોને ઉમરગામ તાલુકામાંથી વાપી તરફ જવા માટે ટ્રાફિક જામની સમસ્યામાંથી ફરજિયાત પસાર થવું પડી રહ્યું હતું. ભીલાડ વિસ્તારમાં 1 કિમી લાંબી કતારોનાં ટ્રાફિકથી વાહન ચાલકો તોબા પોકારી ઉઠયા હતા. વાહન ચાલકો ભીલાડ રેલવે અંડરપાસ બનવાની આતુરતાથી રાહ જોઈ બેઠા હતા.

જે વચ્ચે સરીગામથી પૂનાટ એકલારા હાઇસ્કૂલ થઈ યુપી એલ લેબોરેટરી થઇ વલવાડા હાઇવેને જોડતા માર્ગ પર નાહૂલી રેલવે ફાટક પાસે રેલવે વિભાગ દ્વારા નિર્માણ થઇ રહેલા રેલવે અંડરપાસનું કામ પુર ઝડપે આગળ વધી હવે પૂર્ણતાનાં આરે પહોચ્યું છે.

સાથો સાથ રેલવે અંડરપાસથી એકલારા સ્ટેટ હાઇવે જોડતા માર્ગને પહોળો અને નવો બવાવાનું કામ પણ પુર ઝડપે આગળ વધી રહ્યું છે. જેથી આવનારા ટૂંકા સમયમાં વાપી તરફ જવા માટે સરીગામ જીઆઈડીસી તથા આજુબાજુનાં ગામોના હજારો વાહનચાલકોને નાહુલી રેલવે અંડરપાસ વર્ષો જૂની ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળશે સાથે આ નવો અન્ડર પાસ વાહન ચાલકો માટે આશીર્વાદ સમાન બની રહશે.

અન્ય સમાચારો પણ છે...