મુલાકાત:એક માસથી બંધ ભીલાડ રેલવે અંડરપાસનના નિરિક્ષણ માટે સાંસદ અને DRM દોડી આવ્યા

ભીલાડ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભાની ચૂંટણી નજીક હોય ત્રાસ ભોગવતા લોકોનો રોષ ઠંડો પાડવાનો પ્રયાસ

ભીલાડ રેલવે સ્ટેશનનાં ઉત્તર ભાગે હયાત રેલવે કલવર્ટ પાસે બે ગાળોનો 7 મીટર પહોળા અંડરપાસનું નવા રેલવે ટ્રેક પર કામ પૂર્ણ થયા બાદ મુખ્ય રેલવે લાઈનનાં અંડરપાસનું કામ મહિનાથી બંધ પડતાં ડ જિલ્લા સાંસદ અને વલસાડ રેલવે ડિવિઝનનાં એરિયા મેનેજર બુધવારે સવારે સ્થળ મુલાકાત માટે દોડી આવ્યા હતા.

ભીલાડ રેલવે ગરનાળુ અને ભીલાડ રેલવે ફાટક પર ટ્રાફિક જામથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રેલવે ફાટક ની બે કિમી લાંબી ટ્રાફિક જામની સમસ્યાથી ઇમરજન્સી વાહનો ને પાસ થવું મુશ્કેલ પડી રહ્યું છે. ભીલાડ રેલવે ઓવરબ્રિજનાં ઈ ખાર્તમુહુર્તનાં મહિનાઓ વીતી જવા છતાં કામગીરી હાથ ન ધરાતા વાહન ચાલકોનો આક્રોશ ચરમ સીમા પર પહોચ્યો હતો .

30થી વધુ ગામના લોકોને મુશ્કેલી
ભીલાડ રેલવે ગરનાળા માંથી સરીગામ જીઆઇડીસી, ઉમરગામ જીઆઇડીસી, ઉમરગામ તાલુકા ના ગામો માં આવેલ એકમો કામદારો, સરીગામ લક્ષ્મીવિદ્યાપીઠ, સરી ગામ, ડહેલી, ભીલાડ, મરોલી, ફણસા, બિલીયા, પુનાટ,સહીત 30થી વધુ ગામોના વાહન ચાલકો આ માર્ગેથી પસાર થાય છે. ઉમરગામ તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પોલીસ મથક કે કોર્ટ માં જતા લોકો આ માર્ગનો ઉપયોગ કરે છે.

અન્ય સમાચારો પણ છે...