તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગ:મોહનગામ ફાટક 6 દિવસ બંધ અન્ય વિકલ્પ ન હોવાથી હાલાકી

ભીલાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરમબેલા રેલવે યાર્ડનો માર્ગ ખોલવા સ્થાનિકોની માગ

મોહનગામ ને.હા.48થી દમણ જતા માર્ગ પર મોહનગામ ખાતે પ્રશ્રિમ રેલવેનો રેલવે ફાટક 16મી જૂન સુધી માર્ગ મરામત માટે બંધ કરવામાં આવ્યો છે. માર્ગના અન્ય વિકલ્પ રૂપે રહેલા માર્ગ પર નાળા ખોદી કઢાતા અને રેલવે યાર્ડ માર્ગ પર તાળા લગાવી દેતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. ઉમરગામ તાલુકાના મોહનગામથી દમણ જતા માર્ગ પર નાહુલી, એકલારા, જબુંરી, મોહનગામ સહિતના ગામો આવેલા છે. આ માર્ગનો ઉપયોગ રેલવેના પ્રક્ષિમ ભાગે અવેલા અનેક ગામોના લોકો ને.હા.48 પર જવા કરી રહ્યા છે.

પ્રક્ષિમ રેલવે દ્વારા 16મી જુના સુધી માર્ગ મરામત માટે રેલવે ફાટક બંધ કરી દીધો છે. વિકલ્પ રૂપે રહેલો એકલારા હાઈસ્કૂલથી દમણગંગા ખાડીના માર્ગ મરામત માટે માર્ગ પરના નાળા ખોદી કાઢવામાં આવ્યા છે. જેના લીધે સ્થાનિકો મોહનગામ રેલવે યાર્ડ માર્ગનો ઉપયોગ કરી ને. હા.48 પર પોંહચી રહ્યા હતા. અને પરત ફરી રહ્યા હતા. પરંતુ રેલવે વાળા દ્વારા યાર્ડમાં જવા માર્ગ પર મુકેલો ગેટ બંધ કરી તાળુ લગાવી દીધું છે.

જેના લીધે સ્થાનિકોને ને.હા.48 પર પોંહચવા મુશ્કેલી પડી રહી છે. મોહનગામ રેલવે ફાટક માર્ગના વિકલ્પ બંધ થતાં સ્થાનિકોને દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાના સમયે ચકરાવ સાથે સમયનો વ્યય થશે.જેના લીધે દર્દીના જીવનું જોખમ ઉભું થશે. મુંઝવણમાં મુકાયેલા સ્થાનિકોએ કરમબેલા રેલવે યાર્ડનો માર્ગ ખુલ્લો કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...