ક્રાઈમ:સરીગામના 2 ઉધોગપતિને મહેસાણા પોલીસ ઉંચકી ગઇ

ભીલાડ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બોરના પાણીમાં કેમિકલ ઉતારાયા હતા

સરીગામ જીઆઇડીસીમાં આવેલી શ્રી ત્રિકુર ઈન્ડસ્ટ્રીઝ અને સુજન કેમિકલ કંપનીના સલ્ફયુરિક એસિડના ટેન્કરોના પાણી મહેસાણામાં બોરના પાણીમાં ઉતારતાં એલસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા.ભીલાડ પોલીસે બન્ને કંપનીના મેનેજરને ઝડપી પાડી મહેસાણા એલસીબીની ટીમને સોંપ્યા છે. સરીગામ જીઆઇડીસી કંપની સંચાલકોના ગોરખધંધા એક પછી એક બહાર આવી રહ્યા છે. એકમોમાં પરવાનગી અન્યને લઈ ઉત્પાદન અન્ય પ્રોડોક્ટનું કરવામાં આવી રહ્યું હોવાની વાતો ખૂબ ચાલી હતી.

જો કે તેમાં વલસાડ નહીં પણ મહેસાણાની એલસીબી ટીમને સફળતા મળી છે. સરીગામ જીઆઇડીસીમાં પ્લોટ ન.1009માં આવેલી શ્રી ત્રિકુર ઈન્ડસ્ટ્રીઝ અને સુજન કેમિકલના સલ્ફયુરિક એસિડ ભરેલા ટેન્કર મહેસાણામાં સપ્લાય થઈ રહ્યા હતા. મહેસાણાથી સોભાસણ જતા માર્ગ પર મહેસાણાના અંકિત પટેલ નામની વ્યક્તિએ ભાડેથી જગ્યા લીધી હતી. જેમાં હોજ બનાવી બોરવેલમાં સલ્ફયુરિક એસિડ ઉતારતાં મહેસાણાની એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. ઘટના સ્થળ પરથી ટેન્કર ચાલક યાદવ સંભુભાઈ રામચંદ્રન ઝડપાઇ ગયો હતો. જેની અટક કરતા સરીગામની બે કંપનીનું નામ ખુલ્યા હતા. શ્રી ત્રિકુર ઈન્ડસ્ટ્રીઝમાંથી ભરતભાઇ કામળી અને સુજનમાંથી શંકરભાઇ મરાઠીને ભીલાડ પોલીસે અટક કરી મહેસાણા એલસીબીની ટીમને સોંપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...